સમગ્ર વિશ્વમાં પાણીની વધતી કટોકટી ખાદ્ય ઉત્પાદન માટે મોટો ખતરો બની રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જો આને નિયંત્રિત કરવામાં નહીં આવે તો 2050 સુધીમાં વૈશ્વિક જીડીપી આઠ ટકા સુધી ઘટી શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓછી આવક ધરાવતા દેશોમાં જીડીપી 15 ટકા સુધી ઘટી શકે છે.
ઇન્ટરનેશનલ ગ્રુપ ગ્લોબલ કમિશન ઓન ધ ઇકોનોમિક્સ ઓફ વોટરના અહેવાલ મુજબ નબળી આર્થિક વ્યવસ્થા, જમીનનો વધતો ઉપયોગ, જળ સંસાધનોના નબળા સંચાલન અને આબોહવા સંકટના કારણે વૈશ્વિક જળ સંકટ સર્જાયું છે. આ કારણે 2050 સુધીમાં વિશ્વના અડધાથી વધુ ખાદ્ય ઉત્પાદન જોખમમાં મુકાય શકે છે. આનાથી મોટા આર્થિક પરિણામો પણ આવી શકે છે. લગભગ ત્રણ અબજ લોકો અને અડધાથી વધુ ખાદ્ય ઉત્પાદન એવા વિસ્તારોમાં છે જ્યાં પાણી સુકાઈ ગયું છે તો કયાંક સુકાઈ જવાની આરે છે. ઘણા શહેરો ભૂગર્ભજળની અછતનો સામનો કરી રહ્યા છે.
પોટ્સડેમ ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટના ડાયરેક્ટર જોહાન રોકસ્ટ્રોમ કહે છે કે વિશ્વની અડધાથી વધુ વસ્તી પાણીની તંગીનો સામનો કરી રહી છે. પાણીની ઉપલબ્ધતા સતત ઘટી રહી હોવાથી ખાદ્ય સુરક્ષા અને માનવ વિકાસ જોખમમાં છે. ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે વૈશ્વિક જળચક્ર અસંતુલિત બન્યું છે. આબોહવા પરિવર્તન અને જમીનનો વધતો ઉપયોગ માનવ અસ્તિત્વના પાયાને નબળો પાડી રહ્યો છે. જળ વ્યવસ્થાપ્નની પહેલ ઇકોસિસ્ટમને મજબૂત કરવામાં નિષ્ફળ રહી છે.
ડબ્લ્યુ.ટી.ઓ.ના ડાયરેક્ટર જનરલ અને કમિશનના સહ અધ્યક્ષ કે જણાવ્યું હતું કે વૈશ્વિક જળ સંકટ એક દુર્ઘટના છે, પરંતુ તે પાણીના અર્થશાસ્ત્રમાં પરિવર્તન લાવવાની તક પણ છે. આપણે પાણીની અછતને ઓળખવા અને તેનાથી મળતા અનેક ફાયદાઓને ઓળખવા માટે યોગ્ય રીતે મૂલ્યાંકન કરીને શરૂઆત કરવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિવિલમાં પાણી પ્રશ્ર્ને મેયરના પેટનું પાણી ન હલ્યું
November 07, 2024 03:43 PMઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech