એમએસએમઈમાં ૪૫ દિવસનાં પેમેન્ટ મુદ્દે ઉધોગકારો આકરાં પાણીએ: ચીફ કમિશનરને મળ્યાં

  • January 19, 2024 05:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસ અને ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્રારા આયોજીત ઈન્ટરેકટીવ મીટ યોજાઈ હતી. જેમાં રાજકોટના ઉધોગપતિઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને એડવોકેટસ ૨૫૦થી વધુ સંખ્યામાં હાજર રહ્યા હતા. ઈન્મટેકસ ડિપાર્ટમેન્ટ દ્રારા ફેસલેશ એસેસમેન્ટ, ટીડીએસમાં સુધારાઓ અને ઈન્કમટેકસના નવા અન્ય સુધારાઓ વિશે વિગતવાર સમજણ આપવામાં આવેલ હતી. પ્રમુખ રાજીવભાઈ દોશી સીએ દ્રારા આપવામાં આવેલ હતી. માઈક્રો અને સ્મોલ એકમને ૧૫થી ૪૫ દિવસમાં પેમેન્ટ કરી દેવામાં નહીં આવે તો આ રકમ પૂરે પૂરી આવકમાં ઉમેરી દેવામાં આવશે તેવો સુધારો કલમ ૪૩ બી (એચ)થી કરવામાં આવેલ છે જે ખૂબ જ અયોગ્ય છે. જે ઉત્પાદકો એકસપોર્ટ કરે છે તેનું પેમેન્ટ આંતરરાષ્ટ્ર્રીય માર્કેટ પ્રમાણે આવતું હોય છે.
જો આ જોગવાઈ ચાલુ રહેેશે તો કરદાતાનો ફેસફલો વિખેરાઈ જશે અથવા તો ખુબ જ મોટી ટેકસની જવાબદારી ઉપસ્થિત થઈ જશે. પ્રિન્સીપલ કમિશનર જયંતકુમારે આ રજૂઆતને ઉપરના સ્તરે લઈ જવાની ખાતરી આપેલ હતી. હાલમાં કંપનીઓ ટેકસ ભરે છે અને કંપની દ્રારા ચૂકવવામાં આવતી ડીવીડન્ડની રકમ ઉપર ડિવીડન્ડ મેળવનારના હાથમાં ફરીથી ટેકસ પાત્ર થાય છે. આથી એક જ આવક ઉપર ડબલ ટેકસેશન થાય છે જેથી એવુ સૂચન કરવામાં આવેલું કે ડિવીડન્ડની આવક અગાઉની માફક ફરીથી કરમુકત કરી આપવી જોઈએ. પ્રાઈમ મીનીસ્ટર મોદીએ એમએસએમઈ અને મેઈક ઈન ઈન્ડિયા ઉપર ખુબ જ વજન આપી રહ્યા છે ત્યારે નવા એમએસએમઈ સ્થાપવામાં આવે તો તેમને આવકવેરામાં રાહત આપવી જોઈએ. આવકવેરાની ઘણી બધી નાણાકીય મર્યાદાઓ દા.ત. કન્વેયન્સ એલાઉન્સ, કેશ પેમેન્ટ, લોનની રકમનો સ્વીકાર અને તેનું ચૂકવણુ,ં મેડીકલેઈમ, એચ.આર.એ., ડ્રેસ એલાઉન્સ વગેરે વર્ષેાથી જેમની તેમ જ છે. સરળતા માટે કાયદા હેઠળની બધી મોનેટરી લીમીટને ઈન્ફ્રેકલેશન ઈન્ડેકસ સાથે સાંકળી દેવા જોઈએ. કે જેથી ઈન્ફેકલેશન ઈન્ડેકસની સાથોસાથ જ જે–તે નાણાકીય મર્યાદાઓ પણ સુધરી જાય.
જયંતકુમાર ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસે પોતાના પ્રવચનમાં ખાતરી આપી કે આ બધા પ્રશ્નોની યોગ્ય સ્થળે તેમની ભલામણ કરશે અને રીફડં સ્ટે ઓફ ડિમાન્ડ વગેરે બાબતે તેમના અધિકારીઓને યોગ્ય સૂચના પણ આપશે. આ કાર્યક્રમમાં સીએ બ્રાન્ચના ચેરમેન સંજય લાખાણી અને રાજકોટ ટેકસ કન્સલ્ટન્ટ સોસાયટીના પ્રમુખ રણજીત લાલચંદાણીએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના માનદસહમંત્રી સુનીલભાઈ ચોલેરા તથા નિયામક અંકિતભાઈ કાકડીયા દ્રારા જણાવવામાં આવેલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application