બેટી પાસે એસટી ડ્રાઇવરને માર મારી બસમાં તોડફોડ

  • May 01, 2024 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેતી ભરેલા ડમ્પરના ચાલકો બેફામપણે વાહન હંકારી અકસ્માત સર્જતા હોવાની ફરીયાદો ઉઠતી રહે છે.ડમ્પરચાલકો દ્વારા તા અકસ્માતોમાં અગાઉ અનેકે જીવ પણ ગુમાવ્યા છે. પરંતુ તેમ છતાં આ ડમ્પર ચાલકો પર લગામ કસાવમાં તંત્ર વમાણુ પુરવાર ઇ રહ્યું છે. ત્યારે રાજકોટની ભાગોળે બેટી ગામ પાસે ડમ્પર ચાલકે ઓચિંતુ પોતાનું વાહન સાઈડમાં દબાવતા એસટી બસના ચાલકે તેને વાહન સરખી રીતે ચલાવવાનું કહ્યું હતું. બાદમાં આ ડમ્પર ચાલકે નીચે ઉતરી લોખંડની ટોમી વડે એસટી બસના ચાલકને મારમારી જાની મારી નાખવાની ધમકી આપી હતી.ડમ્પરચાલક સોના ત્રણ શખસોએ પણ બસચાલકને ગાળો ભાંડી હતી.આટલેી ન અટકતા પથ્રના ઘા કરી બસનો કાચ ફોડી નાખ્યો હતો. આ અંગે એસટી બસના ચાલકની ફરિયાદ પરી એરપોર્ટ પોલીસે ડમ્પર ચાલક સહિત ચાર સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હા ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, સુરેન્દ્રનગરના મુળીમાં રહેતા અને એસટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવનાર ભૂપેન્દ્રસિંહ અજીતસિંહ પરમાર (ઉ.વ ૩૭) દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ડમ્પર નંબર જીજે ૩ બીડબ્લયુ ૬૫૪૯ ના ચાલક તા તેનો મિત્ર રાજ મેતાજી અને બે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
એસટી બસના ચાલકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરના સમયે તેઓ સુરેન્દ્રનગરી રાજકોટ એસટી બસ લઇ જતા હતા. દરમિયાન બેટી ગામ પાસે આવેલ બુટ ભવાની મંદિર પાસે હાઇવે પર ડમ્પરના ચાલકે ડમ્પર સાઈડમાં દબાવતા એસટી બસના ચાલકે બસ ઉભી રાખી આ બાબતે ડમ્પર ચાલકને કહેવા જતા ડમ્પરચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બસ ચાલકને બેફામ ગાળો ભાંડવા લાગ્યો હતો. બાદમાં તેણે ડમ્પર માંથી  લોખંડની ટોમી કાઢી એસટી બસના ચાલક પર હુમલો કરી દીધો હતો.

આ શખસે આટલેી ન અટકતા અહીં રોડ પર પડેલા પથ્રનો બસ પર ઘા કરી બસના કાચ ફોડી નાખી એસટી બસ ચાલકને જાની મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ડમ્પર ચાલકના મિત્ર અને અન્ય આરોપી પણ અહીં આવી જતા તેણે પણ એસટી બસ ચાલકને બેફામ ગાળો ભાંડી હતી જેી આ અંગે એસટી બસ ચાલક દ્વારા એરપોર્ટ પોલીસ મકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ ૩૩૨, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કર્યો છે. આ અંગે વધુ તપાસ એએસઆઈ વાય.કે. ચૌહાણ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application