ગોંડલ: પતિની નજર સામે બાઈક પરથી ફંગોળાયેલી પત્નીના માથા પર બસનું ટાયર ફરી વળતા મોત
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર ટોલનાકા નજીક વહેલી સવારે સ્લીપ થયેલા બાઇક પરથી ફંગોળાયેલા મહીલાનાં માથા પર પાછળથી ધસમસતી આવી રહેલી લકઝરી બસનાં વ્હિલ ફરી વળતા મહીલાનું ઘટના સ્થળે મોત નિપયું હતું.યારે મહીલાનાં પતિ ઇજાગ્રસ્ત બન્યાં હતા.બનાવનાં પગલે તાલુકા પોલીસ દોડી આવી હતી.અને ઇજાગ્રસ્તને ગોંડલ સારવારમાં ખસેડી મહીલાનાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડો હતો.પ્રા વિગત મુજબ રાજકોટનાં આંબેડકર નગરમાં રહેતાં પ્રવિણભાઈ કાળાભાઇ રાઠોડ ઉ.૪૫ તથા તેના પત્નિ રસીલાબેન ઉ.૪૦ વહેલી સવારે બાઇક પર જેતપુર ખરખરાનાં કામે જઈ રહ્યા હતા.ટોલનાકા નજીક રામદેવ હોટલ સામે આગળ જઇ રહેલી રીક્ષા ચાલકે અચાનક કાવો મારતા બાઇક સ્લીપ થતા બાઇક પર બેઠેલા પ્રવિણભાઈ તથા તેમનાં પત્નિ રોડ પર ફંગોળાયા હતા.આ જ સમયે રાજકોટ તરફથી ઉપલેટા જઇ રહેલી એઆર ૦૧પી ૧૧૦૦ નંબરની પુરપાટ વેગે ધસી આવેલી તીર્થ ટ્રાવેલ્સ ઉપલેટાની લકઝરી બસનાં તોતિંગ વ્હીલ રસીલાબેનનાં માથા પર ફરી વળતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપયું હતું.યારે પ્રવિણભાઈને સામાન્ય ઇજા પંહોચી હતી.નજર સામે પત્નિનું મોત નિપયું હોય પ્રવિણભાઈ હતપ્રત બન્યાં હતા.બનાવ નાં પગલે તાલુકા પોલીસનાં જીતુભાઇ વાળા ઘટના સ્થળે દોડી આવી રસીલાબેન નાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ પીએમ માટે અને ઇજાગ્રસ્ત પ્રવિણભાઈને સારવારમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રવિણભાઈ કડીયાકામ કરે છે. સંતાનમાં બે દિકરીઓ અને એક દિકરો હોવાનું જાણવાં મળેલ હતું.દિવાળી પર્વ પુર્વે દંપતિ અકસ્માત ની ઘટના માં ખંડિત થતા પરીવાર શોકમ બન્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech