ગુજરાતમાં બસ સેવા ઠપ્પ, વરસાદના કારણે 1180 રૂટ બંધ, 4 હજારથી વધુ ટ્રીપ કરાઇ રદ્દ

  • August 28, 2024 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદના કારણે જનજીવન ત્રસ્ત થયું છે. સમગ્ર રાજ્યમાં પરિવહન સેવાઓ પણ ખોરવાઈ છે. એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં એર સરક્લ્યૂલેશનના કારણે હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં શિક્ષણ કાર્ય બંધ છે, સાથે સાથે સરકારી બસ સર્વિસ અને રેલવે સર્વિસને પણ અસર પહોંચી છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં આજે પણ વરસાદના કારણે બસ સર્વિસ ઠપ્પ થઇ છે. રાજ્યમાં 1 હજારથી વધૂ રૂટ પર આજે બસો નહીં દોડે અને 4 હજારથી વધુ ટ્રીપને રદ્દા કરાઇ છે.


રાજ્યમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં વાહન વ્યવહારને અસર પહોંચી છે, એસટી બસ સેવા પ્રભાવિત થઇ છે. ગઇકાલની જેમ આજે પણ એસટીની બસ સેવા પ્રભાવિત થઈ છે. આજે પણ રાજ્યભરના 1180 રૂટને બંધ કરવામાં આવ્યા છે અને તેના પરની હવે પર 4,531 ટ્રીપ રદ્દ થઇ છે. ભારે વરસાદના કારણે ગુજરાતના વડોદરા, પાદરા, ખેડા ડેપોનું તમામ સંચાલન આજે બંધ રાખવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફના રૂટ વધુ પ્રભાવિત થઇ છે. મહત્વનું છે કે, બસ સેવા અને ટ્રીપ રદ્દ થતાં એસટી નિગમ અંદાજિત ૧.૦૮ કરોડ રૂપિયાની આવક ગુમાવશે.


એસટી નિગમને 1.08 કરોડનું નુકસાન


ભારે વરસાદના કારણે વડોદરા, પાદરા, ખેડા ડેપોનું કામકાજ આજે બંધ છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રૂટ પર પણ અસર થઈ છે. બસ સેવાઓ ખોરવાઈ જતાં એસટી નિગમને અંદાજે રૂ. 1.08 કરોડનું નુકસાન થશે. બંગાળની ખાડીમાં એર સર્ક્યુલેશનની સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. હજી 24 કલાક ભારે વરસાદની આગાહી છે.


રાજ્યના કેટલા ડેમ થયા ઓવરફ્લો?


ધોધમાર વરસેલા વરસાદથી રાજ્યના 207 પૈકી 77 જળાશયો ઓવરફ્લો  થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 61, તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતમાં છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયા છે.પાણીની ભરપૂર આવકથી રાજ્યના 122 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 96 જળાશયો હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલા 19 ડેમ એલર્ટ અને 70થી 80 ટકા ભરાયેલા સાત ડેમ વોર્નિંગ પર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News