અમેરિકાના લોસ એન્જલસમાં બસ હાઈજેક, ડ્રાઈવર બારીમાંથી કૂદીને ભાગ્યો

  • September 25, 2024 04:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




તાજેત્તરમાં અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રચાર વચ્ચે બસ હાઇજેકની ઘટના સામે આવી છે. જેમાં લોસ એન્જલસમાં એક બસને હાઇજેક કરવામાં આવી છે. પોલીસે હાઇજેક કરાયેલી બસને ચારે બાજુથી ઘેરી લીધી છે. બસના ડ્રાઈવર અને મુસાફરોને બસની અંદર રાખવામાં આવ્યા છે. ઓનલાઈન તસવીરો દર્શાવે છે કે, SWAT ટીમ ઘટના સ્થળે હાજર છે.


જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર બારીમાંથી કૂદીને ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે બસને ઘેરી લીધી છે. પોલીસ પણ શંકાસ્પદ સાથે સતત વાત કરી રહી છે.


અપહરણકર્તા બંદૂકથી હતો સજ્જ


ડાઉનટાઉન લોસ એન્જલસમાં એક બંદૂકધારીએ બસ હાઇજેક કરી લીધી હતી અને પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા મુસાફરોને બંધક બનાવ્યા હતા. આ ઘટના બુધવારે વહેલી સવારે બની હતી. અધિકારીઓએ સમગ્ર શહેરમાં તેજ ગતિએ બસનો પીછો કર્યો હતો.


પોલીસના પીછો કરતા દરમિયાન વાહન વન-વે રોડ પર ખોટી દિશામાં ગયું. પોલીસે બસના ટાયર ખરાબ કરવા માટે સ્પાઇક સ્ટ્રિપ્સનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે બસ રોકાઈ ગઈ હતી અને તેનો માર્ગ બખ્તરબંધ વાહન દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હતો.


બંદૂકધારી પોલીસ સાથે ગોળીબારમાં પકડાયો હતો, જેને એક વ્યક્તિને બંધક બનાવ્યો હતો. આ ઘટના સાથે જોડાયેલા એક સાક્ષીએ કહ્યું કે, "તે ફિલ્મ 'સ્પીડ' જેવું લાગતું હતું." બીજા સાક્ષી અનુસાર, સશસ્ત્ર પોલીસ લાઉડસ્પીકર દ્વારા શંકાસ્પદ સાથે સતત વાત કરી રહી છે.


જો કે, શરૂઆતમાં એ સ્પષ્ટ થયું ન હતું કે હાઇજેક કરાયેલી બસમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા. એવું લાગે છે કે, ડ્રાઇવર સશસ્ત્ર અપહરણકર્તાના નિર્દેશનમાં બસ ચલાવી રહ્યો હતો, જે અગાઉની ગોળીબારની ઘટના સાથે કથિત રીતે જોડાયેલો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application