યુપીના જાૈનપુરમાં વહેલી સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો જેમાં મહાકુંભમાં જઈ રહેલી ડબલ ડેકર બસે પાછળથી એક ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જયારે ૪૦થી વધુને ઇજા પહોચી હતી.
દિલ્હીના કરોલ બાગથી આવી રહેલી ડબલ ડેકર બસ બસ પ્રયાગરાજ મહાકુંભ જતી હતી તે વખતે આજે સવારે લગભગ પાંચ વાગ્યે આ અકસ્માત થયો, યાં યાત્રાળુઓથી ભરેલી ડબલ ડેકર બસ ચોખા ભરેલા ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા યારે ૪૦ લોકો ઘાયલ થયા હતા.
આ અકસ્માત જાૈનપુરના બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરોખાનપુરમાં થયો હતો.અકસ્માતના પગલે વાતાવરણ મુસાફરોની ચીસાચીસથી ગુંજી ઉઠું હતું. ટક્કર એટલી ગંભીર હતી કે બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો.
આ અકસ્માતમાં ૬ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ બસ દિલ્હીના કરોલ બાગથી આવી રહી હતી. આ બધા લોકો ૧૫ ફેબ્રુઆરીએ દિલ્હીથી નીકળ્યા હતા અને ૨૧ ફેબ્રુઆરીએ પાછા ફરવાના હતા. તે બધા દિલ્હીથીપ્રયાગરાજ કુંભ સ્નાન માટે રવાના થયા હતા.
બસમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે યારે બસ ચાલકે પાછળથી ટ્રકને ટક્કર મારી ત્યારે તેઓ બધા સૂતા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે તે ખૂબ જ ઝડપથી આગળ પડી ગયો. અકસ્માત સમયે બસમાં લગભગ ૫૪ મુસાફરો હતા. આ ઉપરાંત ડ્રાઈવર સાથે ૩–૪ લોકો પણ હતા. આ અકસ્માતમાં ડ્રાઇવરની બહેનનું પણ મૃત્યુ થયું.ઘટનાની માહિતી મળતા જ ડીએમ દિનેશ ચદં પણ તમામ પોલીસ અધિકારીઓ સાથે હોસ્પિટલ દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજિલ્લાના છ તાલુકામાંથી પિયા ૬૧.૫૬ લાખની વીજચોરી ઝડપાઇ
March 29, 2025 03:59 PMસિહોર વડલાચોકમાં પૂતળા દહન સાથે સાંસદ રામજીલાલ સુમનને સસ્પેન્ડ કરવાની માંગ
March 29, 2025 03:58 PMપોરબંદર અને અડવાણામાં મગર આવી ચડતા લોકોમાં ભય
March 29, 2025 03:54 PMસંસદભવનમાં થયેલી મહાપુષ વિષેની અભદ્ર ટીપ્પણી સામે આક્રોશ
March 29, 2025 03:53 PMઉદ્યોગનગરના રેલ્વેટ્રેક પાસે પાણીના નિકાલ માટે પાઇપ નહી મોટું બોકસ કલવર્ટ બનાવો
March 29, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech