રાજસ્થાનના સીકરમાં આજે બપોરે એક ભયાનક અકસ્માત થયો હતો. જિલ્લાના લક્ષ્મણ ગઢ વિસ્તારમાં લક્ષ્મણ ગઢ કલ્વર્ટ પર મુસાફરોથી ભરેલી ખાનગી બસ કાબૂ બહાર ગઈ હતી. થોડી જ વારમાં આ બસ પૂરપાટ ઝડપે કલ્વર્ટની દિવાલ સાથે અથડાઈ હતી. જેના કારણે બસનો ડ્રાઈવર સાઇડનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસમાં લગભગ 40 લોકો મુસાફરી કરી રહ્યા હતા, સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને બસમાંથી બહાર કાઢ્યા અને તેમને સારવાર માટે લક્ષ્મણગઢ અને સીકરની હોસ્પિટલમાં દાખલ કર્યા. મૃતકોના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતનું કોઈ નક્કર કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે, પોલીસ તેમના સ્તરે કારણોની તપાસ કરી રહી છે. સીકર પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના આજે બપોરે 2 વાગ્યાની આસપાસ બની હતી. કલ્વર્ટ પાસે હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે બસ અચાનક હલવા લાગી અને થોડી જ વારમાં બસ પૂરપાટ ઝડપે પુલની દિવાલ સાથે અથડાઈ. જેના કારણે બસનો આખો ડ્રાઇવર સાઇડનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.
આ અકસ્માત બાદ બસમાં બેઠેલા મુસાફરોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તુરંત જ પોલીસને મામલાની જાણ કરી હતી અને ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech