સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાનપ્રકાશ દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઇ લોહાણા સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ગઈકાલે વીરપુર બંધ રહ્યા બાદ આજરોજ રાજકોટમાં ભુપેન્દ્ર રોડ પર આવેલા વડતાલ તાબેના સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. સ્વામી જ્ઞાનપ્રકાશ પૂતળું સળગાવવામાં આવ્યું હતું જો કે તુરંત પોલીસ પહોંચી જતા પૂતળું સળગતું ઠારી વિરોધ કરી રહેલા મહિલા સહિત ૧૬ ની અટકાયત કરવામાં આવી હતી.
આજરોજ વડતાલ તાબા હેઠળ આવતા ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે લોહાણા સમાજના યુવકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોહાણા સમાજના યુવકો દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીનું પૂતળું બનાવવામાં આવ્યું હતું અને પૂતળાને પાટા મારી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ પૂતળાને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ દ્વારા પૂતળું કબજે કરી લેવામાં આવ્યું હતું.
એ ડિવિઝન પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા લોહાણા સમાજના આગેવાનો કાર્યકરો અને મહિલા સહિત ૧૬ ની અટકાયત કરવામાં આવી હતી.જેમાં મેહુલભાઇ નથવાણી,નીરવભાઇ રાઇચુરા,મયુર નથવાણી, દિનેશ સવાણી, જતીન ઉનડકટ, જેકી કક્કડ, અજય ડાભી, હેંમત લોખીલ, બબુ અનડકટ, ભાવેશભાઇ સવાણી, કૌશિક વસાણી, ઉત્સવ કરીયા, રૂષિકેશ ગણાત્રા, ધવલ માણેક, અવનીબેન સંજીવભાઇ બગડાઇ અને અજય અથવાણીનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર કલેકટર કચેરી ખાતે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ રાખવામાં આવ્યો
April 23, 2025 12:22 PMદ્વારકા જિલ્લાના ખેડુતો-કોન્ટ્રાકટરોને મજુરો મોકલવાનો જાસો આપી ઓનલાઇન ઠગાઇ
April 23, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech