શહેરના 150 ફૂટ રીંગરોડ પર નાણાવટી ચોક પાસે નેમીનાથ સોસાયટીમાં રહેતા અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંતભાઈ પરમારના મકાનમાં ગત એપ્રિલ માસમાં 4.98 લાખની મત્તાની ચોરી થઈ હતી. દરમિયાન ક્લાર્ક તેમના પરિવાર સાથે ગત શનિ- રવિવારના સાસણ ફરવા ગયા જતા ફરી તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અહીંથી અડધા લાખની મત્તા ચોરી કરી ગયા હતા. તસ્કરોએ સીસીટીવી કેમેરા પણ આડા કરી નાખ્યા હોય જેથી તેમના ચહેરા સ્પષ્ટપણે દેખાયા ન હતા. પરંતુ ત્રણ જેટલા શખસોએ ઘરમાં ઘૂસી ચોરી કયર્નિું માલુમ પડ્યું હતું.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, નેમીનાથ સોસાયટીમાં મકાન નંબર એ/41 માં રહેતા ચંદ્રકાંતભાઈ મગનલાલ પરમાર(ઉ.વ 57) દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પોપટપરા સેન્ટ્રલ જેલ ખાતે સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને છેલ્લા બે વર્ષથી અહીં પરિવાર સાથે રહે છે.
ગત તા. 6/7 ના બપોર બાદ ચારેક વાગ્યા આસપાસ તે પરિવાર સાથે સાસણ ગીર ફરવા માટે ગયા હતા બાદમાં બીજા દિવસે એટલે કે તારીખ 7/ 7 ના રાત્રીના 10:30 વાગ્યે તેઓ ઘરે પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશતા અહીં સામાન વેરવિખેર હોય જેથી ચોરી થયાની શંકા ગઈ હતી. બાદમાં તપાસ કરતા નવેરામાં પડતી બારીના સળિયા તૂટેલા હોય જેથી તસ્કરોએ અહીં બારીમાંથી આવી ચોરી કરી હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ કરતા કબાટમાંથી રોકડ રૂપિયા 25,000, સોનાની વીંટી, ઘડિયાળ, ચાંદીની વીંટી અને ઇમિટેશન જ્વેલરી સહિત 49,000 ની મત્તા ચોરી થયાનું માલુમ પડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિનિયર ક્લાર્કના મકાનમાં ગત એપ્રિલ માસમાં પણ ચોરીની ઘટના બની હતી જે અંગે તેમણે 16/4 ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેઓ ઉજ્જૈન ખાતે મહાકાલેશ્વરના દર્શન કરવા પરિવાર સાથે ગયા હોય દરમિયાન બંધ મકાનમાંથી તસ્કરો 4.98 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. ચોરીના આ બનાવમાં સુરત પોલીસે કૂખ્યાત તસ્કર ટોળકીને ઝડપી લીધી હતી. ચોરીના આ બનાવ બાદ જેલરે અહીં મકાનમાં કેમેરા લગાવ્યા હોય પરંતુ તસ્કરોએ આ કેમેરાને નીચા કરી દઇ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. ફૂટેજમાં ત્રણેક શખસો મકાનમાં આવ્યા હોવાનું નજરે પડ્યું હતું. જે ફૂટેજના આધારે ગાંધીગ્રામ પોલીસે ચોરીના બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech