BREAKING NEWS

IPL 2026 માં બુમરાહની 'ધાર' થઈ બુઠ્ઠી: મુંબઈ ઇન્ડિયન્સને એક વિકેટ પડી રૂ. ૪.૫ કરોડમાં; પાંચ વખતની ચેમ્પિયન ટીમ પોઈન્ટ ટેબલમાં ૯મા સ્થાને ફેંકાઈ!

  • June 05, 2026 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Bumrah gets 'dhar' in IPL 2026: Mumbai Indians lost one wicket for Rs. In 4.5 crores; The five-time champion team dropped to 9th place in the points table!
IPL 2026 માં બુમરાહની 'ધાર' થઈ બુઠ્ઠી: મુંબઈ ઇન્ડિયન્સને એક વિકેટ પડી રૂ. ૪.૫ કરોડમાં; પાંચ વખતની ચેમ્પિયન ટીમ પોઈન્ટ ટેબલમાં ૯મા સ્થાને ફેંકાઈ!

આજકાલ વોટ્સએપ ચેનલ 
https://chat.whatsapp.com/ITzyWDjRk9zISfuugOKXak?mode=gi_t

આજકાલ વોટ્સએપ ચેનલ 
https://whatsapp.com/channel/0029VaCoJFD5EjxqxY4yUS07 

આઈપીએલ ૨૦૨૬ની સીઝન પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે એક ખરાબ સપના જેવી સાબિત થઈ છે. ટીમ આખી સીઝનમાં માત્ર ૪ મેચ જીતી શકી અને પોઈન્ટ ટેબલમાં છેક ૯મા સ્થાને રહીને બહાર ફેંકાઈ ગઈ છે. મુંબઈના આ શરમજનક પ્રદર્શન પાછળ ઘણા કારણો હોઈ શકે, પરંતુ સૌથી મોટો ફટકો ટીમના સૌથી અનુભવી સ્પીડ સ્ટાર જસપ્રિત બુમરાહ ના કથળેલા ફોર્મથી પડ્યો છે.
આંકડાની નજરે: કરિયરની સૌથી મુશ્કેલ સીઝન
આખી સીઝન દરમિયાન વિરોધી બેટ્સમેનો પર દબાણ લાવવામાં અને વિકેટો ઝડપવામાં બમરાહ તદ્દન નિષ્ફળ સાબિત થયો છે.
૧૩ મેચમાં માત્ર ૪ વિકેટ:- બુમરાહે આ સીઝનમાં કુલ ૧૩ મેચ રમી, જેમાં તે માંડ ૪ વિકેટ ઝડપી શક્યો હતો અને ઘણી મેચોમાં તો તે ખાલી હાથે (વિકેટ વગર) પાછો ફર્યો હતો.
એક વિકેટની કિંમત ૪.૫ કરોડ:- મુંબઈ ઇન્ડિયન્સે આ સીઝન માટે બુમરાહને રૂ. ૧૮ કરોડ ની માતબર રકમ આપીને રીટેન કર્યો હતો. હવે ૧૮ કરોડ સામે માત્ર ૪ વિકેટ મળતા, ફ્રેન્ચાઈઝીને તેનો એક વિકેટ આશરે રૂ. ૪.૫ કરોડમાં પડ્યો છે.
નબળો સરેરાશ:- બુમરાહે ૧૩ મેચમાં ૨૯૪ બોલ ફેંકીને ૪૧૦ રન લુટાવ્યા હતા. તેનો બોલિંગ એવરેજ ૧૦૨.૫૦ અને સ્ટ્રાઈક રેટ ૭૩.૫૦ નો રહ્યો હતો, એટલે કે તેને દરેક એક વિકેટ લેવા માટે સરેરાશ ૭૩ કરતા વધુ બોલ ફેંકવા પડ્યા હતા.
પ્રદર્શનનું એકમાત્ર હકારાત્મક પાસું
જો કે, આ નબળા પ્રદર્શન વચ્ચે પણ બુમરાહની બોલિંગનો ઈકોનોમી રેટ ૮.૩૭ રહ્યો હતો, જેને ટી૨૦ ક્રિકેટના માપદંડ મુજબ બહુ ખરાબ ન કહી શકાય. પરંતુ તે વિકેટો ન લઈ શક્યો હોવાના કારણે મુંબઈના અન્ય બોલરો પર દબાણ વધતું ગયું અને વિરોધી ટીમો મોટો સ્કોર બનાવવામાં સફળ રહી. આ સીઝન બુમરાહના આઈપીએલ કરિયરના સૌથી મુશ્કેલ તબક્કા તરીકે યાદ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application