ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાનનું બમ્પર એડવાન્સ બુકિંગ

  • April 20, 2023 09:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  

  •  સલમાનની ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો માટે ફેન્સમાં જબરો ક્રેઝ
  • પહેલાં દિવસની બુકિંગમાં જ એક કરોડથી વધુની કમાણી કરી લીધી


બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનની ફિલ્મોની ચાહકો કાગડોળે રાહ જોતા હોય છે.ત્યારે તેની લેટેસ્ટ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન' આવતીકાલે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પણ સફળ જશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. સલમાન ખાનની નવી ફિલ્મને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે આ ફિલ્મનું બમ્પર એડવાન્સ બુકિંગ થયું છે. 


ફિલ્મના પાંચ ગીતો અને ટ્રેલર પહેલાંથી રિલીઝ થઇ ગયા હતા અને ઇન્ટરનેટ પર બહુ પસંદ કરવામાં આવી રહ્યા છે. એ અલ વાત છે કે ફિલ્મના એક લુંગી ડાન્સ અને ગીત સામે થોડો વિવાદ થયો હતો. જેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સહિત કેટલાકે વાંધો ઉઠાવ્યો હતો.


 ફિલ્મ રિલીઝ થયા પહેલા જ કેટલી કમાણી થઈ તે અંગેના આંકડા આપવામાં આવ્યા છે. અહેવાલ મુજબ બમ્પર એડવાન્સ બુકિંગને કારણે પહેલાં દિવસે જ એક કરોડની કમાણી કરી લીધી છે.આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત પૂજા હેગડે, શહનાઝ ગિલની ભૂમિકા મહત્વની છે. આ ઉપરાંત ફિલ્મમાં પલક તિવારી, ભૂમિકા ચાવલા, વિજેન્દ્ર સિંહ, રાઘવ જુયાલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ જોવા મળવાના છે.


સલમાન ખાનના ચાહકોની સંખ્યા કરોડોમાં છે, જેને લઈને તેની ફિલ્મોની ટિકિટો ટપોટપ વેચાવવા માંડે છે. કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થતા જ ચાહકો ટિકિટ ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. અહેવાલો મુજબ બાંદ્રા 'ગેયટી ગેલેક્સી' થિયેટરમાં એડવાન્સ બુકિંગ શરૂ થતાની સાથે જ બધી ટિકિટો વેચાઈ ગઈ હતી. એકંદરે કુલ ચારમાંથી ત્રણ શો ફૂલ થઈ ગયા હતા.
50000થી વધુ ટિકિટો વેચાઈ


સલમાન ખાનની નવી ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા ચોંકાવનારા છે. સૈકનીલ્કના અહેવાલ મુજબ, આ ફિલ્મે એડવાન્સ બુકિંગના પહેલા દિવસે જ એક કરોડની કમાણી કરી લીધી છે. અત્યાર સુધીમાં ફિલ્મની 50000થી વધુ ટિકિટો વેચાઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. અલબત્ત, આ ડેટા માત્ર અંદાજ છે. વાસ્તવિક ડેટા હજી સુધી સામે આવ્યા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application