ભાવનગર તળાજા માર્ગ પર ટોરસ ટ્રકની ગુલાંટ

  • February 05, 2024 06:17 PM 

તળાજા-ભાવનગરરાષ્ટ્રીય ધોરી માર્ગ પર રાજપરા-૨ ગામના બ્રિજ ઉપર ખાંડ ભરેલ ટોરસ ટ્રક વાહન ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. ઉપલબ્ધ વિગતો મુજબ રાજપરા ગામ નજીક બ્રિજઉપર ટોરસ ટ્રક નંબર જી.જે.૩૨ટી ૫૯૧૩ના ચાલકે કોઈકારણોસર કાબુ ગુમાવતા ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. ટ્રક પલ્ટી જતાઆજુ બાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી ગયા હતા. જોકે અકસ્માતમાં કોઈ જાનહાની કે ઈજા થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે આ માર્ગ પર અવાર નવાર નાના-મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં કેટલાક ગંભીર અને જીવલેણ પણ બની રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application