ધર્મેશ રાણપરીયા સામે જુદા જુદા ગુના નોંધાતા એસપીની આકરી કાર્યવાહી : શનિવારે બપોર બાદ એસ્ટેટની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલીશન કરાયું
જામનગરમાં ગુનેગારોની ગેરકાયદે મિલકતો તોડી પાડવા પોલીસ દ્વારા લગત વિભાગને સાથે રાખીને ડીમોલીશનની કામગીરી કરવામાં આવી રહી છે, દરમ્યાનમાં શનિવારે બપોર બાદ જામનગરના રણજીતસાગર રોડ પર ધર્મેશ રાણપરીયા દ્વારા ગેરકાયદે બાંધકામ કરી દુકાનો ખડકી દેવામાં આવી હતી જેના પર ડીમોલીશનની કામગીરી કરવામાં આવતા ચકચાર મચી છે, એસપી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તથા એસ્ટેટ અધિકારી આ કાર્યવાહીમાં જોડાયા હતા.
જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી જયેશ પટેલના ભાઇ ધર્મેશ રાણપરીયા દ્વારા રણજીતસાગર રોડ પર અનઅધીકૃત રીતે જગ્યા પર બાંધકામ કરી દુકાનો બનાવી છે એવી વિગતો જાણમાં આવતા તંત્ર દ્વારા નોટીસ વિગેરે જેવી પ્રક્રિયા કયર્િ બાદ શનિવારે બપોર બાદ જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા હતા જે અનુસંધાને જામ્યુકોના એસ્ટેટ અધિકારી નીતીન દીક્ષીત સહિતની ટીમને સાથે રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આશરે 1500 ફુટની જગ્યામાં બનેલી દુકાનો તોડી પાડવા ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
એસપી, એસ્ટેટ અધિકારી ઉપરાંત સીટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સીટી-એ ડીવીઝનનો સ્ટાફ જોડાયો હતો અને ડીમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર સહિત રાજયમાં ગુનેગારો દ્વારા ગેરકાયદે ખડકી દેવાયેલા બાંધકામો તોડી પાડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ધર્મેશ રાણપરીયા સામે તાજેતરમાં પોલીસ ફરીયાદો નોંધાવવામાં આવી હતી અને જુદા જુદા ગુના નોંધાતા પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે. રણજીતસાગર રોડ પર તંત્ર દ્વારા ડીમોલીશનની કામગીરીથી ચકચાર મચી ગઇ હતી.
કાર્યવાહીને પરિમલભાઇ નથવાણીએ ટવીટ કરી બિરદાવી...
જામનગરના રણજીતસાગર રોડ ખાતે ધર્મેશ પટેલ દ્વારા બાંધવામાં આવેલા ગેરકાયદે બાંધકામો દુર કરવા માટે રાજયના ગૃહવિભાગના માર્ગદર્શન હેઠળ જામનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ટીમ દ્વારા ડીમોલીશનની ઝડપી પશંસનીય કાર્યવાહી કરવામાં આવી છે, આ કાર્યવાહીને રાજયસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ ટવીટ કરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના જન્મગત નાગરિકતા નાબુદીના આદેશ સામે સ્ટે
January 24, 2025 11:35 AMજેહના રૂમમાંથી ચીસો સંભળાઈ: સૈફ
January 24, 2025 11:33 AMત્રણ વર્ષમાં બેંગલુરુ-દિલ્હીમાં શરૂ થશે દેશની પ્રથમ ડ્રોન-એરટેક્સી
January 24, 2025 11:32 AMબિલાડીને દૂધનું રખોપુ: અમરેલીમાં અનાજનો સીઝ કરાયેલો જથ્થો આરોપીના કબજામાંથી ચોરી
January 24, 2025 11:23 AMજેતપુરમાં ચારિય બાબતે બોલાચાલીમાં પત્નીની હત્યા કરીને પતિ પોલીસમાં હાજર
January 24, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech