સુરતમાં ગણેશોત્સવ પર પથ્થરમારો કરનારાઓ પર બુલડોઝર

  • September 09, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુરતના સૈયદપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યેા હતો તેના પડઘા બીજે દિવસે સાંભળવા મળ્યા. સુરત મહાનગર પાલિકા અને સુરત પોલીસે તોફાની તત્વોને પાઠ ભણાવતા યાથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દીધા હતા.
પોલીસની હાજરીમાં જ તોફાની તત્વોએ એપાર્ટમેન્ટમાંથી પથ્થરમારો કર્યેા હતો. જેના પરિણામે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે મામલો થાળે પાડો હતો. જોકે લોકોનો આક્રોશ એટલો બધો હતો કે રાજકારણી અને પોલીસને પણ ધક્કે ચડાવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ તોફાની તત્ત્વો પર બુલડોઝર ફેરવો તેવી માંગણી કરી હતી. દરમિયાન રાયના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સ્થળ પર આવ્યા હતા અને તેઓએ પોલીસને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સવાર સુધીમાં તોફાની તત્વોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમને પાઠ પણ ભણાવવામાં આવ્યો હતો.
સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારાઓને રાતે જ પકડીને પોલીસે આકરી સરભરા કરીને ખો ભુલાવી દીધી છે. સુરતનાં સૈયદપુરા પંપીંગ વિસ્તારમાં કાંકરીચાળા મામલે આખી રાતનાં તનાવ બાદ વહેલી સવારે શાંતિનો માહોલ જોવા મળ્યો હતો. ગઈ કાલે રાત્રે તોફાની તત્વોએ ત્રણ વાહનો સળગાવ્યા હતા. તેમજ અસંખ્ય રિક્ષાઓનાં કાચ ફોડી નાંખ્યા હતા. આખી રાતનાં પોલીસ બંદોબસ્ત સાથે ૨૭ જેટલા તોફાનીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ ગૃહ રાય મંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે મુલાકાત લીધી હતી. મોડી રાત્રે તેમણે ગણેશ પંડાલમાં આરતી પણ કરી હતી. સમગ્ર મામલે હાલ પોલીસે ચાંપતો બંદોસ્ત ગોઠવ્યો હતો.
આ સમગ્ર મામલો સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્રારા અત્યાર સુધી કુલ ૨૭ શખ્સોની અટકાયત કરી છે. તેમજ આવતીકાલે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ કોઈપણ પ્રકારની ખોટી અફવામાં લોકો ન આવે અને વિશ્વાસ ન કરે. કોઈપણ લોકો પાસે ઘટનાના વીડિયો હોય તો પોલીસને આપે. જે પણ લોકો સંડોવાયેલા છે તેઓનાં પુરાવાર એકત્ર કરાઈ રહ્યા છે. એવી કાર્યકાવી કરીશું કે ખબર પડે કાયદો હાથમાં લઈએ તો શું થાય. આ પ્રકારની ઘટનામાં કોઈને છોડવામાં નહી આવે. અને બીજીવાર આવું કોઈ કરે નહી તે પ્રકારની કાર્યવાહી કરાશે. તેમજ છ જેટલા કાયદાનાં સંઘર્ષમાં આવેલા કિશોર છે. જેમની અટકાયત કરાઈ નથી. પરંતું તેમની સામે જુએનાઈલ એકટ મુજબ કાર્યવાહી કરાશે. પોલીસ મજબૂત પુરાવા સાથે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે. તેમજ કતારગામ દરવાજા પાસે ત્રણ વાહનો સળગાવાયા છે


સૂરજ ઉગે તે પહેલા કડક કાર્યવાહી: હર્ષ સંઘવી
સુરતમાં મોડી રાત્રે પથ્થર મારાની ઘટના બની હતી. રાય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કયુ હતું. તેમજ જે મંડપ પર પથ્થરમારો થયો હતો. ત્યાં આરતી કરાઈ હતી. ગૃહરાયમંત્રી અને પોલીસ કમિશ્નરે રાત્રે ૨ વાગ્યે આરતી કરાઈ હતી. તેમજ સૈયદપુરામાં પથ્થરમારાને લઈ ગૃહરાય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, સવાર થતા જ પથ્થર મારાનાં તમામ આરોપીઓ જેલમાં હશે. પથ્થરમારાની આ ઘટનામાં કોઈને છોડાશે નહી. તેમજ તમામ પથ્થર મારો કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. તેમજ સુરજ ઉગે તે પહેલા તમામ લોકોને પકડીને કડક કાર્યવાહી કરાશે. લોકોને ખાસ વિનંતી છે કે કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપવ.ં તેમજ પથ્થર મારામાં કઈ રીતે સગીરોનો ઉપયોગ કરાયો તે પણ ધ્યાને લેવાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application