વકીલના હત્યારાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ત્રાટક્યા

  • March 18, 2024 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા, ભાંગફોડિયા અને માફિયા તત્વોના ગેરકાયદે બાંધકામો તોડી પાડવાના યુપીથી શરૂ થયેલાં આપરેશન ડિમોલિશનને દેશ આખામાં ચલાવવામાં આવી રહ્યો છે, જામનગરમાં અગાઉ ત્રણે'ક આપરેશન થઈ ચૂકયા છે ત્યારે આજ સવારથી ફરી એક વખત એડવોકેટની હત્યામાં ભાગેડુ એવા સાયચા બંધુઓના જુદા–જુદા સ્થળે આવેલા છ જેટલાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવા આપરેશન ડિમોલિશન શરૂ થયું છે, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અધિકારીઓ સહિત ર૦૦ જેટલો પોલીસ જવાનોનો કાફલો સુરક્ષા માટે તૈનાત કરાયો છે. આ સંવેદનશીલ વિસ્તાર હોવાથી વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે, ત્રણ બૂલડોઝર, એક હિટાચી લઈને પાડતોડ શરૂ કરાઈ છે અને જામ્યુકોના સૂત્રોના જણાવ્યા મુજબ પપ હજાર ફટ જગ્યા પરથી દબાણ દૂર કરવાનું મગા આપરેશન ડિમોલિશન શરૂ કરાયું છે જેના પગલે ફફડાટ ફેલાઈ ગયો છે. ૧૩ તારીખને બુધવારની સમી સાંજે એડવોકેટ હારૂન પલેજાની સરાજાહેર હત્યા કરવામાં આવી હતી અને આ અંગે સાયચા બંધુઓ સહિત પંદર જેટલાં આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, આરોપીઓને પકડવા પોલીસ આકાશ–પાતાળ એક કરી રહી છે પરંતુ હજુ હાથમાં નહીં આવ્યા હોવાથી પોલીસે આરોપીઓના ગેરકાયદે બાંધકામોને ટાર્ગેટ કરવાનું શરૂ કયુ છે જેના પગલે જિલ્લા કલેકટરના આદેશથી મહાનગર પાલિકાની ટીમ અને કાયદો વ્યવસ્થા માટે પોલીસ તંત્રએ જોઈન્ટ આપરેશન શરૂ કયુ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application