જામનગરના હાપા રોડ પર ઇસ્કોન મંદિરની આજુબાજુના ભાગમાં અગાઉ આવાસ બનાવવા માટેની અનામત રખાયેલી જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદે દબાણ કરી લીધો હતું અને લગભગ ૧પ દિવસ પહેલા સાત જેટલી મોટી મિલ્કતોને એક જ દિવસમાં પાડી નાખવામાં આવી હતી, આજે ફરીથી રૂા. રપ કરોડની ૧૦ જેટલી મિલ્કતોની પાડતોડ કરવા માટે જામનગર કોર્પેારેશને મેગા ઓપરેશન શરૂ કયુ છે,સર્વે નં - ૩૮ર માં આજે સવારે ૮ વાગ્યાથી કામગીરી ચાલી રહી છે અને સાંજ સુધીમાં આ કામગીરી પુરી કરી દેવામાં આવશે.
જાણવા મળતી માહિતી મુજબ મ્યુ. કમિશ્નર દિપેશ કેડીયાની સૂચનાથી સવારે હીટાચી મશીન અને બુલડોઝર ટ્રેકટર સાથે મહાપાલિકાનો કાફલો સર્વે નં -૩૮ર પર ત્રાટકયો હતો અને ૧૦ જેટલી મિલ્કતો પર બની ગયેલા મકાનો પર તોડપાડની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, મોટા મોટા વંડા, આલીશન મકાનો પણ કોર્પેારેશનની જમીનમાં બાંધી દેવામાં આવ્યા છે, આ જમીન કોર્પેારેશને નવા આવાસ બનાવવા માટે રાખી હતી અને થોડા દિવસ પહેલા લગભગ ર૦ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી, ત્યારબાદ આ મેગા ઓપરેશન અધૂરૂં છોડી દેવામાં આવ્યું હતું.
કોર્પેારેશનના એસ્ટેટ શાખા દ્રારા આજ સવારથી જ મેગા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે, કેટલાક પાકા મકાનો અને વંડાઓ થોડી જ વારમાં તોડી દેવામાં આવ્યા છે, હાપા રોડ પર ઇસ્કોન મંદિર પાસેના વિસ્તારમાં આજે સવારથી જ અધિકારીઓ અને કર્મચારીઓના મોટા કાફલા સાથે મેગા ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્ું છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં આ મેગા ઓપરેશન પુરૂં કરી દેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application