BREAKING NEWS

પ્રભાસપાટણમાં આખલાનો ત્રાસ: બે હુમલામાં એકને ઇજા

  • June 29, 2026 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસપાટણમાં આખલાનો ત્રાસ: બે હુમલામાં  એકને ઇજા

પ્રભાસ પાટણના શાંતિનગર વિસ્તારમાં રખડતા આખલાએ સ્થાનિક રહીશ ફારૂકભાઈ તેમના ૨ વર્ષના સંતાન સાથે આવી રહ્યા હતાં તે દરમિયાન હત્પમલો કરવાનો પ્રયાસ કરતા તેઓ પોતાની બાઈક મૂકી નજીકમાં રહેલ વંડી ઠેકી તરત ઘરમાં ઘૂસી જતા તેમનો બચાવ થયો હતો. જયારે બીજા જ દિવસે અહીં નજીકના વિસ્તારમાં જ રહેતા હત્પસેનભાઈ નામના વ્યકિત પર આખલાએ હત્પમલો કરતા તેમને ઈજાઓ પહોંચી હતી.
જેથી તેમને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ ૨૪ કલાકમાં જ આખલાના ૨ હત્પમલાને પગલે સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો છે. સદ્દનસીબે બંને લોકોનો બચાવ તો થયો હતો પરંતુ સ્થાનિકો અને કોંગ્રેસના નગરસેવક બશીર ગોહેલ દ્રારા આ અંગે પાલિકા દ્રારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
સોમનાથ પ્રભાસપાટણમાં ખુંટીયાનો ખુબજ ત્રાસ છે અને સોમનાથ મંદિર આજુબાજુ ચારે બાજુ ખુંટીયા અને ગાયો જોવા મળે છે. ખુંટીયા ગમે ત્યારે યુધ્ધે ચડે ત્યારે ચારે બાજુ અફડાતફડી મચી જાય છે અને લોકો જીવ બચાવીને ભાગે છે અને અગાઉ ખુંટીયાના હત્પમલામાં લોકોના જીવ પણ ગયા છે અને યાત્રિકોને ઈજાઓ પણ થયેલ છે તેમજ પ્રભાસપાટણ શહેરમાં સાંકડી હજારો અને શેરી ગલીઓમાં પણ ખુંટીયા અડિંગો જમાવીને બેઠા હોવાથી ટ્રાફીકના પ્રશ્ર્નો ઉભા થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News