પરાબજારમાં દુકાનમાં બુકાનીધારી ત્રાટકયા: રૂા.૪.૩૦ લાખની ચોરી

  • August 03, 2024 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના પરાબજાર વિસ્તારમાં રૈયાનાકા ટાવર પાસે આવેલી મહેતા એજન્સી નામના કોસ્મેટિક આઇટમના બે માળની દુકાનમાં રાત્રીના બુકાનીધારી તસ્કરોએ ત્રાટકી અહીંથી સેવીંગ બ્લેડ, હેર કલર,માચીસ બોકસ સહિતનો સામાન મળી .૪.૩૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતાં.તસ્કરોએ એજન્સીમાં લાગાવેલા નવ કેમેરા તથા આસપાસની દુકાનમાં લગાવેલા કેમેરા પણ તોડી નાંખ્યા હતાં.તેમછતા સીસીટીવીમાં ત્રણ શખસો કેદ થઇ ગયા હતાં.આ સીસીટીવી ફટેજના આધારે પોલીસે આ તસ્કર ટોળકીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુબજ,પ્રહલાદ પ્લોટ–૨૬૪૨માં રહેતાં નિલેષભાઇ શશીકાંતભાઇ મહેતા (ઉ.વ.૫૦) નામના વેપારીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં વેપારીએ જણાવ્યું હતું કે, પરા બજાર એમજી રોડ પર મહેતા સેલ્સ એજન્સી નામે દૂકાન છે.ત્યાં તે તથા તેમના ભાઇ નિખિલભાઇ બેસે છે અને અહીં તેઓ કોસ્મેસ્ટિક આઈટમનો વેપાર કરે છે.દુકાનમાં બે કર્મચારી છે.ગઇકાલે રાત્રે ૧૦ વાગ્યે દુકાન બધં કરી તેઓ ઘરે ગયા હતાં દરમિયાન આજે સવારે તેઓ દુકાને જઇ જોતા ચોરી થયાનું માલુમ પડયું હતું જેથી તેમણે પોતાની આ દૂકાનમાં ચોરી થયાની જાણ થતાં એ–ડિવીઝન પોલીસને જાણ કરતાં પીઆઇ  આર. જી. બારોટ, ડી. સ્ટાફની ટીમ તેમજ હેડકોન્સ. લાભુભાઇ જતાપરા સહિતે પહોંચી ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને બોલાવી તપાસ શ કરી હતી.  વેપારી વધુમાં જણાવ્યું હતું કે,તેમની બે માળની દુકાનમાં ઉપરના માળે આવેલી બારીના સળિયા તોડી તસ્કરો દુકાનમાં ત્રાટકયા હતાં.અહીંથી તસ્કરો દાઢી કરવાની બ્લેડના મોટા નવ કાર્ટુન (બોકસ), ચોકલેટના ૪ મોટા બોકસ, માચીસના ૧૦ મોટા બોકસ, ગાર્નીયર કંપનીના હેર કલરના મોટા બોકસ નગં ૦૫, રોકડા ૧૦ હજાર રોકડ મળી કુલ ૪.૩૦ લાખની મત્તા ચોરી કરી ગયા હતાં. તસ્કરોએ અહીં દુકાનમાં લાગવેલા ૧૩ પૈકી નવ સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હતાં.તેમછતા તેઓ કેમેરમાં કેદ થઇ ગયા હતાં.જેમાં મોડી રાત્રીના ત્રણેક બુકાનીધારી શખસો દુકાનમાં ઘૂસ્યા હોવાનું માલુમ પડયું હતું.પોલીસે આ સીસીટીવી ફટેજના આધારે ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શ કર્યેા છે


મહેતા એજન્સી સહિત સાત દુકાનના સીસીટીવી કેમેરો તોડી નાખ્યા
મહેતા સેલ્સ એજન્સીમાં ત્રાટકેલા તસ્કરોએ અહીં લગાવેલા નવ સીસીટીવી કેમેરો તોડી નાખ્યા હતાં.આ પહેલા બાજુની શેરીમાં આવેલી અબ્બાસઅલી નવાવાલાની દૂકાન, રોયલ ટ્રેડર્સ, ગણેશ સેલ્સ એજન્સી સહિતની દૂકાનોના સાતેક સીસીટીવી કેમેરા તોડી નાંખ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News