ઉદ્યોગનગરના રેલ્વેટ્રેક પાસે પાણીના નિકાલ માટે પાઇપ નહી મોટું બોકસ કલવર્ટ બનાવો

  • March 29, 2025 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના ઉદ્યોગનગર રેલ્વે ફાટક પાસે રેલ્વે ટ્રેકને સમાંતર પાઇપ નાખીને વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થઇ રહી છે તેનો સોસાયટીના લોકોએ વિરોધ કરીને નાનો પાઇપ નહીં પરંતુ વ્યવસ્થિત આર.સી.સી.બોકસ કલવર્ટ બનાવીને પાણીના નિકાલની કામગીરી થાય તેવી માંગ કરી છે નહીતર ચોમાસામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ સોસાયટીઓ ડૂબી જશે.
ઉદ્યોગનગર રેલ્વેફાટક પાસે આવેલ મીરાનગર અને પારસનગર સોસાયટીના લોકોએ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાને લેખિત આવેદનપત્ર પાઠવી માંગ કરી છે કે આપને વિદિત થાય કે જી.આઇ.ડી.સી. દ્વારા તેના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવું  ગટર નેટવર્ક બનાવવામાં આવેલ છે જે ગત વર્ષે અધૂરુ છોડયા બાદ હવે પારસ નગરની પાછળ સુધી કરેલ છે. જ્યાં આ ગટરથી પાણીનો નિકાલ રેલ્વેને સમાંતર આવેલ કાચી ગટર મારફત ખાડી સુધી થશે. આ કાચી ગટર પર રેલ્વે ફાટક પાસે પાઇપ કલવર્ટ આવેલ છે. જે ખુબ નાનુ તેમજ ગટર કરતા લેવલમાં ઉંચુ હોય પૂરતા પ્રમાણમાં પાણીનો નિકાલ થઇ શકતો નથી. ગટર સમગ્ર જી.આઇ.ડી.સી. વિસ્તાર તથા તેની પાછળના ધરમપુરના સમગ્ર વિસ્તાર તેમજ ખાપટના સોસાયટી વિસ્તારના વિસ્તારના  વરસાદી પાણીનો નિકાલ છે. જી.આઇ.ડી.સી.એ તેના વિસ્તારમાં બનાવેલી  ગટર આ ખુલ્લી ગટર સાથે  જોડેલ હોય હવે જી.આઇ.ડી.સી.નું ગંદુ પાણી કલવર્ટથી નિકાલ ન થઇ શકવાના કારણે ગટરમાં ભરાયેલ રહે છે. જેના કારણે બધા ઘરના બોરના પાણી ખરાબ થઇ ગયેલ છે. ગત વર્ષે થયેલ અતિવૃષ્ટિના સમયે જી.આઇ.ડી.સી. તેમજ ઉપરવાસના વિસ્તારનું પાણી આવતા આ કલવર્ટથી પાણીનો ત્વરિત નિકાલ થઇ શકતો ન હતો. જેથી સમગ્ર રહેણાંક વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા હતા ત્યારે મશીન દ્વારા આ પાઇપો કાઢી પાણીનો નિકાલ કરવો પડયો. પાઇપમાં જાડી ઝાંખરા, કચરો વગેરે ભરાઇ જવાના કારણે પાણી નિકાસ અટકતો હોય દર વર્ષે આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. આથી આ પાઇપ કલવર્ટની જગ્યાએ વ્યવસ્થિત મોટુ. આર.સી.સી. બોકસ કલવર્ટ બનાવી આપવામાં આવે તો સમગ્ર વિસ્તારને દર વર્ષે  વરસાદના સમયે પડતી મુશ્કેલીનું કાયમી નિરાકરણ થઇ જાય. આ અંગે અમોએ અગાઉ પણ રજૂઆત કરેલી છે.  આ સર્વિસ રોડ હવે સ્ટેટ આર. એન્ડ બી. વિભાગ હસ્ત કહોય આપ એમને સૂચિત કરી આ જગ્યાએ તાત્કાલિક બોકસ કલવર્ટ બનાવી આપો તેવી નમ્ર અરજ છે.
ચોમાસાના દિવસો હવે બહુ દૂર નથી ત્યારે પણ જો તાત્કાલિક ધોરણે આ અંગે કાર્ય શ‚ નહી કરવામાંઆવે તો સમગ્ર વિસ્તારને ફરી પુરની પરિસ્થિતિ ભોગવવી પડશે.ફ હાલમાં આ ખુલ્લી  ગટરમાં આર.સી.સી. પાઇપ નાખી તેને બંધ ગટર કરવાની કામગીરી રેલ્વે દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. જો આ કામગીરી તાત્કાલિક અટકાવવામાં નહી આવે તો ચોમાસામાં પહેલા જ વરસાદમાં જ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જશે જે નિશ્ર્ચિત છે.
અમારા આ વિસ્તારમાં ગત વર્ષે ભુગર્ભ ગટરનું કામ ચાલુ થયુ હતુ તેમાં ચોમાસા બાદ હજુ કોઇ પ્રગતિ થયેલ નથી. પ્રાઇવેટ કંપનીની ગેસપાઇપલાઇનનુ કામ પણ અધૂરુ છે. ગત વર્ષે કરેલ અધૂરા કામ બાદ રસ્તાની માટી સમથળ પણ કરેલ નથી. જેના કારણે રસ્તાની પરિસ્થિતિ ખૂબજ ખરાબછે. રસ્તા અંગે પણ અવારનવાર રજૂઆતો કરી ત્યારે એવો જવાબ મળે કે ગટર, પાણીની લાઇન વગેરે કામગીરી થયા બાદ રસ્તા બનશે. પાકા રસ્તા બને તો પણ માટીના રસ્તા તો વ્યવસ્થિત કરી આપવામાં આવે કે જેથી લોકોને ચાલવા અને વાહન ચલાવવામાં મુશ્કેલી ન પડે.
ઉપરાંત અમારી સોસાયટીમાં અમોએ અંદાજે ૨૨ વર્ષ પહેલા સ્વખર્ચે નાખેલ પાઇપ દ્વારા નગરપાલિકા દ્વારા પાણી વિતરણ (ચાર દિવસે એક વખત) કરવામાં આવે છે જેથી લોકોને પૂરતુ પીવાનું પાણી પણ મળતુ નથી. આ અગાઉ પારસનગરના સાર્વજનિક પ્લોટમાં સંપ અને ઉંચી ટાંકી બનાવી અને પાણીની નવી પાઇપલાઇન નાખી અમારા વિસ્તારની પાણીની સમસ્યા દૂર કરશો એવી રજૂઆત છે. આ બધી બાબતો અંગે અવારનવાર રજૂઆતો કરેલ છે પણ હજુ સુધી કાર્યોમાં કોઇ પ્રગતિ થયેલ  નથી.ચોમાસા  બાદ આપની સ્થળ પરની ‚બ‚ મુલાકાત સમયે આ અંગે આપને રજૂઆત કરેલી જ હતી પણ શકય છે આ બાબતોથી આપનું ધ્યાન ચુકાઇ ગયુ હોય, અમોને ફરીથી આ રજૂઆત કરવી જ‚રી બનેલ છે. આશા છે અમારા ઉપરોકત પ્રશ્ર્નો અંગે તાત્કાલિક ઘટતુ કરી પ્રશ્ર્નોનો નિકાલ કરશો તેવી અપીલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application