ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર ના આજે બીજા દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કયુ છે. નવા આ બજેટમાં મોટી કોઈ યોજનાઓની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વર્તમાન જે કોઈ યોજના અમલમાં છે તેના માટે નાણાકીય ભંડોળ ફાળવવામાં આવ્યું છે. નવી યોજનાના નામે નમો લમી, નમોશ્રી અને નમો સરસ્વતી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. આમ યોજનાઓના નામે બજેટમાં નમો નમો છવાઈ ગયું છે.
નમો લમી યોજના માટે સરકારે ૧૨૫૦ કરોડ નમોશ્રી યોજના માટે ૭૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.ગુજરાતમાં નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી રહી છે તેવી જાહેરાત નાણામંત્રીએ કરી જણાવ્યું હતું કે મોરબી, ગાંધીધામ, સુરેન્દ્રનગર –વઢવાણ, નવસારી, આણંદ, વાપી અને મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરો આપવામાં આવશે.
નાણામંત્રીએ એવી જાહેરાત કરી છે કે ૮૦૦૦ નવી આંગણવાડીઓ બનાવવામાં આવશે અને અત્યારની ૨૦,૦૦૦ આંગણવાડીઓને સમાર્ટ આંગણવાડી બનાવવામાં આવશે.રાજકોટ અમદાવાદ વડોદરા અને સુરત મહાનગરપાલિકામાં ટ્રાફિકની વધતી જતી સમસ્યાને નિયંત્રિત કરવા માટે ૧૦૦૦ નવા ટ્રાફિક પોલીસની ભરતી કરવાની જાહેરાત પણ નાણામંત્રીએ કરી છે.શિક્ષણના મામલે નાણામંત્રીએ જણાવ્યું છે કે ૧૬૨ નવી સરકારી માધ્યમિક શાળાઓ શ કરવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં ૧૫,૦૦૦ નવા મ બનાવવામાં આવશે અને ૪૫,૦૦૦ સ્માર્ટ કલાસમ બનાવવામાં આવશે. સાથોસાથ ૧૦ રાષ્ટ્ર્રીય માધ્યમિક શિક્ષા અભિયાન શાળાઓ પણ શ કરવાની તેમણે જાહેરાત કરી છે. શાળાઓને બે લાખ કોમ્પ્યુટર સરકાર તરફથી આપવામાં આવશે.
એસટી ની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે ૨,૫૦૦ નવી બસ ખરીદવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે વધુ સુવિધા માટે ૩૧૯ નવી એમ્બ્યુલન્સની પણ ખરીદી કરવામાં આવશે. ગ્રીન એનજીર્ને પ્રોત્સાહન આપવા માટે સોલાર ની અત્યારની યોજનામાં સહાય માટે ૯૯૩ કરોડ બજેટમાં ફાળવવામાં આવ્યા છે.નિર્મલ ગુજરાત પાર્ટ ટુ માટે સરકારે બજેટમાં ૨,૫૦૦ કરોડની જોગવાઈ કરી છે. ૬ આઇટીઆઇ ને મેગા આઇટીઆઇમાં તબદિલ કરવાની જાહેરાત પણ નાણામંત્રી પ્રવચનમાં કરી છે. ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળી રહે તે માટેની સૂર્યેાદય યોજનામાં ૧,૫૭૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
જૂના કરવેરા યથાવત રખાયા
લોકસભાની ચૂંટણી માટે તોળાઈ રહી છે ત્યારે પ્રજાને ગુજરાત સરકારે બજેટમાં વેરાનો કોઈ આંકરો ડોઝ આપ્યો નથી એટલું જ નહીં થોડી ઘણી રાહત પણ આપી છે. વર્તમાન વેરાનું જે માળખું છે તે યથાવત રાખવામાં આવ્યું છે અને નવો કોઈ વેરો લાદવામાં આવ્યો નથી.ટેકસ પ્રપોઝલ પર બોલતા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વેરાનું વર્તમાન માળખું યથાવત રાખવામાં આવ્યું છે અને નવો કોઈ વેરો લાદવામાં આવ્યો નથી. ઉલટાનું સહકારી ક્રેડિટ સોસાયટી પાસેથી ૫૦,૦૦૦ ની મર્યાદામાં ધિરાણ મેળવનાર વ્યકિતને હવે સ્ટેમ્પ ડુટી ભરવી નહીં પડે. આઠ વર્ષથી જૂનું વાહન જો સ્ક્રેપમાં જાય તો આરટીઓનું તમામ લેણું માફ કરવામાં આવશે. અત્યારે આઠ વર્ષથી વધુ જૂના હોય તેવા ૫૨ હજાર વાહનો છે અને જો તે સ્ક્રેપમાં જાય તો સરકારને ૬૭૦૦ કરોડનું નુકસાન આરટીઓની રિકવરીના મામલે થવા જાય તેમ છે.
દંડનીય વ્યાજની જોગવાઈ પણ સરકારે રદ કરી છે અને જીએસટીની નોંધણી પ્રક્રિયા સરળ બનાવવા માટે બહાર સેવા કેન્દ્ર શ કરવામાં આવ્યા છે.નાણામંત્રીએ જણાવ્યું હતું કે છેલ્લા વર્ષેામાં કોવિડ–૧૯ની વૈશ્વિક મહામારીના કારણે લોકોની આર્થિક ગતિવિધિઓ પરની નકારાત્મક અસરને દૂર કરવા આત્મનિર્ભર ભારત પેકેજની સમાંતર રાય સરકારે પણ વિવિધ વર્ગેાને અન્ન સલામતી માટે રાહત દરે અન્ન વિતરણ તથા સ્ટેમ્પ ડુટી, મોટર વાહન કર, વીજળી શુલ્ક, પેટ્રોલ, ડીઝલ, સી.એન.જી. અને પી.એન.જી. પરના મૂલ્યવર્ધિત વેરામાં રાહતો આપેલ છે.સામાન્યત: મધ્યમ વર્ગના અને ઓછી આવક ધરાવતા લોકો તેમના વ્યવસાય, રોજગાર અને ખેતીની પ્રવૃત્તિની જરિયાત માટે રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટી પાસેથી ૫૦૦૦ થી વધુ રકમનું ધિરાણ મેળવે ત્યારે હાલના નિયમ મુજબ એગ્રિમેન્ટ લેખમાં ૩૦૦ અને જામીનખતમાં ૩૦૦ મળીને કુલ ર૬૦૦ની સ્ટેમ્પ ડુટી ચૂકવવાની થાય છે. તેના બદલે રજિસ્ટર્ડ સહકારી ક્રેડિટ સોસાયટીના સભાસદો ૫૦ હજાર સુધીનું ધિરાણ મેળવે તેવા કિસ્સામાં આ સ્ટેમ્પ ડુટી માફ કરવાનો રાય સરકારે નિર્ણય લીધેલ છે. આ નિર્ણયથી અંદાજિત ૯ લાખ સભાસદોને આશરે ૫૪ કરોડની રાહત થશે.
વાહન પ્રદૂષણના કારણે પર્યાવરણને થતી હાનિ અટકાવવા, વાહનોની ખામીના કારણે થતા માર્ગ અકસ્માતમાં ઘટાડો કરી લોકોને પર્યાવરણની ધ્ષ્ટ્રિએ લાભદાયી વાહનો ખરીદવા પ્રેરિત કરવાના હેતુસર જાહેર કરવામાં આવેલ વ્હિકલ સ્ક્રેપિંગ નીતિને પ્રોત્સાહન આપવા રીકરીંગ વેરો ચૂકવતા વાહન માલિકો પોતાના ૮ વર્ષથી જૂના વાહનો જો નોંધાયેલા વ્હિકલ સ્ક્રેપર્સ મારફતે સ્ક્રેપ થવા મોકલશે તો તેવા તમામ વાહનો પર બાકી મોટર વાહન વેરો, વ્યાજ, દડં અને મોટર વ્હિકલ એકટ હેઠળના કોઇ ચલણ પડતર હોય તો તેની વસૂલવાપાત્ર માંડવાળ ફી સહિત તમામ જવાબદારી માફ કરવા એક વર્ષ માટે માફી યોજના લાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયથી અંદાજે ૫૨૦૦૦ વાહન માલિકોને ૬૭૦૦ કરોડની રાહત થશે અને આ વાહનને સ્ક્રેપ કરાવી તેની સામે અધતન ટેકનોલોજીવાળા નવા વાહનો ખરીદવા પ્રેરિત થશે.સરકારે વિવિધ કરવેરા કાયદાઓને આવરી લઇને કરવેરા કાયદા સુધારા અધિનિયમ, ૨૦૨૩ને અમલમાં મૂકેલ છે. જેનાથી, કરદાતાઓને સમયસર કર ભરવામાં કસૂરના કિસ્સામાં દંડનીય વ્યાજના ભારણમાંથી મોટી રાહત થયેલ છે.
જીએસટી નોંધણી પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવા સર્વપ્રથમ સેવા કેન્દ્રની નવીન વ્યવસ્થા ચાલુ કરી ૧૨ સેવા કેન્દ્રો કાર્યાન્વિત કર્યા છે. જેનાથી વેપારીઓ માટે નોંધણી વ્યવસ્થા સરળ થતાં કરચોરી અટકશે અને બીજા લોકોના દસ્તાવેજોનો દુપયોગ કરી ખોટાબોગસ રજીસ્ટ્રેશન નંબર લેનાર લોકોને અટકાવી શકાશે. જે અન્ય રાયોને અનુસરવા માટે એક રોલ મોડલ સાબિત થશે.
ફાયર, પોલીસ અને ઈમરજન્સી માટે માત્ર એક જ ૧૧૨ નંબર
ગુજરાત સરકાર દ્રારા હવે આગ, પોલીસ અને અન્ય ઈમરજન્સી માટે એક સિંગલ નંબર પરથી જ તાત્કાલિક મદદ મળી રહે તે માટે ૧૧૨ નંબર જાહેર કરવામાં આવશે. આ નંબર કાર્યરત થયા બાદ ૧૧૨ નંબર ડાયલ કરતાં ઈમરજન્સી સેવા પ્રાપ્ત થશે. નાણામંત્રી દ્રારા આ નવો નંબર જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી. ૧૧૨ નંબર કાર્યરત થયા બાદ ૧૦૦ નંબર કે ૧૦૧, ૧૦૨ નંબર ડાયલ કરવાની જરૂરિયાત નહીં રહે, ૧૧૨ નંબર જ યાદ રાખવાનો રહેશે.
મહિલાઓ, વિધાર્થિનીઓ, ગરીબ છાત્રો માટે ત્રણ નમો યોજના
ગુજરાત સરકારે આજે જાહેર કરેલી ત્રણ નવી યોજનાની વિગતો જોઈએ તો નમો લમી યોજનામાં સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી દસ લાખ જેટલી વિધાર્થીનીઓને ધોરણ ૯– ૧૦ માટે વાર્ષિક ૧૦,૦૦૦ અને ધોરણ ૧૧– ૧૨ માટે વાર્ષિક ૧૫,૦૦૦ ની સહાય આપવામાં આવશે. આમ ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરીએ ૫૦૦૦૦ ની સહાય આપવામાં આવશે.
નમોશ્રી યોજનામાં સગર્ભાઓને ૧૨,૦૦૦ ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે અને આ માટે બજેટમાં રૂપિયા ૭૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ યોજનામાં એસસી એસટી એનએએફએસ અને પીએમજેવાય સહિત ૧૧ જેટલા માપદડં નક્કી કરવામાં આવ્યા છે.
નમો સરસ્વતી યોજનામાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓને ધોરણ ૧૦– ૧૧ માં ૧૦,૦૦૦ અને ધોરણ ૧૨ માં ૧૫,૦૦૦ મળીને કુલ ૨૫,૦૦૦ ની સહાય આપવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહમાં વિધાર્થીઓની સંખ્યા બે લાખથી વધી પાંચ લાખ થાય તેવો સરકારનો ટાર્ગેટ છે અને આ માટે બજેટમાં ૪૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
ગૃહ વિભાગને રૂા.૧૦,૩૭૮ કરોડ ફાળવાયા
રાજય સરકાર દ્રારા ગૃહ વિભાગને રૂા.૧૦,૩૭૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં પોલીસને વધુ સ્માર્ટ બનાવવા માટેના પ્રયાસો છે. સીસીટીવી માટે ૧૨૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. સરકાર દ્રારા પોલીસ કર્મચારીઓના આવાસોની પણ વિશેષરૂપથી ચિંતા કરાઈ હોય તે મુજબ પોલીસ ખાતાના રહેણાંક કે બિનરહેણાંક મકાનોના મજબૂતીકરણ માટે રૂા.૧૨૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. પોલીસ સહાય પહોંચાડવા માટે જનરક્ષક વાહન હેઠળ ૯૪ કરોડ રૂપિયાની ફાળવણી થઈ છે. પોલીસ માટે આધુનિકરણ યોજના હેઠળ સંદેશા વ્યવહારના સાધનો, સિકયુરીટી સર્વેલન્સ તાલિમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રી ખરીદવા માટે રૂા.૩૦ કરોડ ફાળવાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech