આજથી સંસદની બજેટ સત્ર શરુ થયું છે આજે સરકારના કામના રીપોર્ટ કાર્ડ સમાન આર્થિક સર્વેક્ષણ રજુ થશે, આવતીકાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજુ કરશે. દસ વર્ષના શાસનમાં મજબૂત વિપક્ષનો સામનો નહીં કરનાર મોદી સરકારને આ વર્ષથી શક્તિશાળી વિપક્ષની સામે ઉભા રહેવાનું છે. વિપક્ષ પાસે બંધારણ, કટ્ટરવાદ, મોંઘવારી, બેરોજગારી જેવા જુના મુદ્દાઓ તો છે જ એ ઉપરાંત નીટ પેપરલીક, કાવડયાત્રાના રૂટ પર દુકાનદરોના નામ લખવા અને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની શાખાઓમાં સરકારી કર્મચારીઓને જવાની છૂટ આપવા જેવા મુદ્દા પણ ઉમેરાયા છે.
કેન્દ્ર સરકારે ચોમાસુ સત્ર પહેલા રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. જેમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઈ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો.સંસદ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં,જેડીયુ અને વાયએસઆરસીપીએ અનુક્રમે બિહાર અને આંધ્રપ્રદેશ માટે વિશેષ દરજ્જાની માંગ કરી હતી. દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. શાસક ગઠબંધન એનડીએ તરફથી જીતનરામ માંઝી અને જયંત ચૌધરી પણ બેઠકમાં હાજર રહ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીએ બેઠકમાં કાવડ યાત્રાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ અંગે લેવાયેલ નિર્ણય ’સંપૂર્ણપણે ખોટો’ છે.
સરકાર 6 બિલ રજૂ કરી શકે છે
બજેટ સત્રમાં સરકાર છ બિલ પણ રજૂ કરે તેવી અપેક્ષા છે. સત્ર દરમિયાન સૂચિબદ્ધ બિલોમાં ફાઇનાન્સ બિલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બોઇલર્સ બિલ, ઇન્ડિયન એરક્રાફ્ટ બિલ, કોફી પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલ અને રબર પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ બિલનો સમાવેશ થાય છે. સત્રમાં અનુદાનની માંગ પર ચચર્િ અને મતદાન થશે. આ સિવાય વિનિયોગ બિલ પસાર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરના બજેટ પર પણ ચચર્િ થશે અને બજેટ પસાર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech