નાણામંત્રીએ કહ્યું હતું કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો પ્રથમ બજેટ હું રજૂ કરી રહી છું. ભારતની પ્રજાએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિશ્વભરમાં મુશ્કેલ ઘડી છતાં ભારતનું અર્થતંત્ર ચમકી રહ્યું છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદનક્ષમતા અને ટકાઉપણું વધારવા પ્રાથમિકતા આપવામાં આવશે. આગામી બે વર્ષમાં 1 કરોડ ખેડૂતોને નેચરલ ફાર્મિંગ માટે પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વધુ પાંચ વર્ષ લંબાવવામાં આવી. રોજગારી, કૌશલ્ય, એમએસએમઈ અને મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખવામાં આવશે. 4.1 કરોડ યુવાનોને કૌશલ્યથી સક્ષમ બનાવવામાં આવશે. જેના માટે 2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. રોજગાર અને કૌશલ્ય માટે પાંચ યોજનાઓ જારી કરવામાં આવી છે. શૈક્ષણિક, રોજગાર અને કૌશલ્ય હેઠળ 1.48 લાખ કરોડની ફાળવણી કરી.
અર્થતંત્રનું ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, ભારતમાં હાલમાં મોંઘવારીનો દર કાબૂમાં છે. ગરીબ, મહિલાઓ, યુવાઓ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને અમારું આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.
નાણામંત્રીએ કહ્યું હતું કે આગામી બે વર્ષમાં નવ સેગમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવશે જેમાં કૃષિ ક્ષેત્રે ઉત્પાદક્તા, અને ટકાઉપણું, રોજગાર અને કૌશલ્ય, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિઝ, શહેરી વિકાસ, વીજ સુરક્ષા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન અને આરએન્ડડી, ઈન્ક્લુઝિવ એચઆરડી અને સામાજિક સુરક્ષા, નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સનો સમાવેશ થાય છે. દેશમાં 50 લાખ નવી રોજગારી પેદા કરવામાં આવશે તેવી જાહેરાત કરતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે એકલાખનો પગાર ધરાવતા નોકરિયાતોને સરકાર વર્ષે 3000 અતિરિક્ત પીએફ આપશે. વિદ્યાર્થીઓને 7.5 લાખની સ્કીલ લોન અપાશે.
પીએમ આવાસ યોજના હેઠળ નવા 3 કરોડ આવાસ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી.
મોદી સરકારને ટકી રહેવા માટે ટેકો આપ્નાર જનતાદળ યુનાઈટેડ અને આંધ્ર પ્રદેશના ચંદ્રબાબુ નાયડુની પાર્ટીના દબાણ હેઠળ નાણામંત્રી બિહાર અને આંધ્ર પર વરસી પડ્યા હતા. બિહારને હાઈવે બનાવવા માટે 27 હજાર કરોડ ફાળવાયા છે અને આંધ્ર પ્રદેશને નવું પાટનગર અમરાવતી બનાવવા માટે 15 હજાર કરોડ પિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech