હળવદ તાલુકાના ચુપણી ગામે ભાઈના હાથે ભાઈની નિર્મમ હત્યા: આરોપીની શોધખોળ

  • March 27, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હળવદ તાલુકાઙ્ગા ચુઙ્કણી ગામે કૌટુંબિક ભાઇએ ભાઇઙ્ગું છરીઙ્ગા ઘા ઝિંકી ઢીમ ઢાળી દઇ આરોઙ્કી ફરાર ઙ્ખઇ ગયો છે. સામાન્ય બોલાચાલીમાં કૌટુંબિક ભાઈએ ભાઈને છરીના ધા મારીને ભાઈની ક્રુરતા પૂર્વક નિમેમ હત્યા કરી હતી. હળવદ તાલુકાના ચુપણી ગામે બે કુટુંબીક ભાઈઓ વચ્ચે સામાન્ય  બોલાચાલી થતા ઉગ્ર  સ્વરૂપ ધારણ કરતાં છરીનાં  ચાર ઘા મારી હત્યા નિપજાવી હતી.
હળવદ પોલીસ  પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવાર રાત્રિના સાત સાડા સાતની આજુબાજુએ હળવદ તાલુકાના ચૂંપણી ગામે બે કુટુંબિક ભાઇઓ વચ્ચે  સામાન્ય બોલાચાલી થઈ હતી જેમાં જાણવા મળતી માહિતી મુજબ રામાભાઇ અને ગણેશભાઈ બને ત્રણ ચાર દિવસ પહેલા  મોટરસાયકલ લઈને દ્વારકા ગયા હતા જેમાં રમાભાઈ ગણેશભાઈથી અલગ પડી ગયા હતા. જે બાબતે મન દુ:ખ થતા ગણેશભાઈ વાલજીભાઈ ઓળકીયાએ રમાભાઈ મોહનભાઈ ઓળકીયાને કીધું હતું કે તારે મારા સેઢે આજથી ચાલવાનું નહીં ત્યારે રમાભાઇએ પણ કીધું તો તારે પણ મારા સેઢે ચાલુ નહીં જે બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ચુપણી ગામના ઝાપા પાસે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી જેમાં કુટુંબીકભાઈ ગણેશ વાલજીભાઈ ઓળકીયા એ છરીના ચાર જેટલા ઘા મારી  રમભાઈ મોહનભાઈ ઓળકીયા ઉ.૫૫ઙ્ગે મારી દેતા મૃત્યુ નીપજ્યું હતું.જેને હળવદની સરકારી હોસ્પિટલને લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડો. દ્રષ્ટિબેન મણીયારે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ હત્યામાં પલટાયો હતો. ઘટનાની જાણ થતા હળવદ પીઆઇ આર ટી વ્યાસ, પ્રફુલભાઈ, રમેશભાઈ, વિપુલભાઈ નાયક, નિજુબેન સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો,કોઈ અનિચ્છય બનાવનાર ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત  ચુપણી ગામ માં ગોઠવી દેવામાં આવ્યો હતો, આરોપી  ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. વધુ આગળની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરવામાં આવી હતી.હત્યા કરનાર શખ્સ ગણેશ વાલજી ઓળકીયા કુટુંબીકભાઈ  ફરાર થય ગયો જેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. કોઈ અઙ્ગિચ્છઙ્ગીય બનાવના ન બને તે માટે ઘટના સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application