ગિરગઢડા તાલુકાના જુના ઉગલા ગામના વતની અને હાલ અમદાવાદમાં રહેતા શૈલેષભાઇ ગોવિંદભાઇ ગોહિલના પત્ની મનીષાબેન (ઉં.વ.૩૫)ને છ મહિના પહેલા પહેલી વખત બે–ચાર દિવસના માથાના દુ:ખાવા અને બીપીની તકલીફ બાદ ચેકઅપ કરાવતા બન્ને કિડની ફેલ છે એવું ડોકટરે અચાનક જાહેર કરતા બન્ને પતિ–પત્નીની પગ નીચે થી ધરતી ખસવા સમાન આચકો લાગ્યો હતો. સ્વસ્થ અને નિરોગી દંપતી માનવા તૈયાર નોહતા.
અંતે શૈલેશભાઈએ બન્ને પરિવારને જાણ કરી અને પછી અમદાવાદ સિવિલ અને બીજા ઘણા ડોકટરોની મુલાકાત લીધી અને બધા રિપોર્ટ પછી ડોકટરોના કહેવા મુજબ આ કિડનીની ક્રોનિક બીમારી કહેવાય, જેની શરૂઆત ૧૩ વર્ષ પહેલાં પહેલી પ્રેન્સીમાં બીપીની વધઘટ અને ખેંચ આવવાના કારણે ઇન્ફેકટેડ થઈ હોય અને શરૂઆતની સારવાર બાદ કયારેય વર્ષેા સુધી કોઈ બીમારીના લક્ષણો દેખાયા નહીં. બધા નિદાન બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ સિવાય કોઈ વિકલ્પ ન હતો. ડોકટરો ના કહેવા મુજબ મનીષાબેનના પિયરના પક્ષે કિડનીના ડોનર મળે તો ખુબજ નજીકના ભવિષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ પછી ફરી હસતા રમતા થઈ જશે. જન્મદાતા તરીકે માતાપિતા એ કિડની આપી દીકરીને નવજીવન આપવા ઈચ્છા જણાવી, પણ માતા–પિતાની ઉંમર અને વર્ષેાથી અલગ અલગ બીમાંરીઓ ની દવાઓ ચાલુ હોવાથી ડોનર તરીકે યોગ્ય ન હતા. બહેનો અને એકના એક ભાઈ ની ઈચ્છા છતાં બ્લડ ગ્રુપ અને મેડિકલ રિપોર્ટ મેચ ના થતા. સાસુ – સસરા પણ મોટી ઉંમરના કારણે યોગ્ય ન હતા અને જીવનશાથી તરીકે પત્ની માટે શૈલેષભાઇ પહેલેથી જ તૈયાર હતા અને એમના બધા રિપોર્ટ કરવામાં આવ્યા જે પણ મેચિંગ ના થતા. બન્ને પરિવાર મુંઝવણ ભરી સ્થિતિમાં અઠવાડિયામાં ત્રણ વાર ડાયાલીસીસ અને કોઈ આકસ્મિક કિડની દાતા મળે એ આશાએ ભવિષ્યની ચિંતા અને આર્થીક રીતે ઘસાઈ રહ્યાં હતાં.
શૈલેષભાઇના નાનાં ભાઈ સંતોષભાઈ ગોહિલની તૈયારી હતી જ પણ મોટાભાઈ તરીકે શૈલેષભાઇને એમનું ભવિષ્યના જીવનને જોખમમાં મૂકવું યોગ્ય ન લાગતું હતું, પણ ભાઈ ભાભીની તકલીફ પોતાના પરિવારની તકલીફ જ હતી. જે માટે સંતોષભાઈ ની તૈયારી હતી કે આપણે કોઈ ડોનરની કિડનીના ભરોસે નથી બેસવું, હત્પં તૈયાર છું. આવા સમયે એમનાં પત્નીની સહમત કેમ થાય એ મુદ્દો હતો, પણ કહેવાયને પતિની જેમ જ પરિવારની માટે અને બહેન સમાન જેઠાણીની જિંદગી માટે હિંમતભેર પતિની પહેલમાં ખરા અર્થમાં અધાગિની બન્યા, જેમણે નાની ઉંમરમાં માતાપિતાને બીમારીમાં ગુમાવ્યા હોય એ બીજાના દુ:ખને સમજતા વાર ન લાગે એવાં ગોમતીબેને પતિ સંતોષભાઈને કીડની ડોનેટ કરવા માટે હા કહેતા ડો. ઉમેશ ગોધાણી અને યુરોલોજી ડો. દિપક જોશીની ટિમની ગાઈડલાઈન પ્રમાણે દરેક પ્રકારની મેડીકલી અને કાયદાકીય પ્રોસેસ પૂર્ણ થઈ અને બધા રિપોર્ટ મેચ થતા કીડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નકકી થયું હતું પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ પણ કહેવાય એવી સદ્ધર નથી કે એવી મૂડી બચત ન હોવાને કારણે પણ મુંઝવણ હતી, છેલ્લ ા છ મહિનામાં હોસ્પિટલમાં પરિવાર ઘણો ખર્ચાય ચુકયો સાથે ઓપરેશન ની તારીખ નક્કી થઈ એવામાં ૭થી ૮ લાખના ખર્ચ ને પહોંચી વળવા શૈલેષભાઇ નોકરી કરતા એ કંપનીનો ખુબજ સારો સાથ સહકાર રહ્યોને બાકી શુભચિંતકોના સાથ સહકાર મળતા તા.૬ના રોજ અમદાવાદની સેલબી હોસ્પિટલમાં પાંચ કલાક ચાલેલ ઓપરેશનમાં સફળતા પૂર્વક દિયર સંતોષભાઈની કિડની એમના ભાભી મનીષાબેનમાં ટ્રાન્સપ્લાન્ટ કરી ડોકટરોની ટીમે નવજીવન આપ્યું છે.
આ લખાય છે ત્યાં સુધી ડોનર અને પેશન્ટ બન્નેની સ્વસ્થ છે અને ખુબજ સારી રિકવરી સાથે સ્વસ્થ થઈ રહ્યાં છે. આ કિસ્સામાં સમાજે પ્રેરણાદાયી સંદેશ લેવા જેવો એ છે. પરિવારમાં ખરેખર લોહી, લાગણીના સબંધની હંફ હોયને તો દરેક મુસીબતમાંથી બહાર નીકળી શકાય છે. યાં નાની નાની વાતોમાં મા તાં કરી પરિવાર તૂટી રહ્યા છે, વર્ષેા સુધી વેરઝેર રાખય છે. જરતમદં ને એક બોટલ લોહી આપતા પણ ખચકાય છે, બ્રેન ડેડ સમયે પણ ઓર્ગન ડોનેટ કરવામાં પરિવાર ખચકાતા હોય એવાં કળીયુગમાં સમાજ માટે દીવાદાંડી સમાન છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMઅમેરિકામાં ૫૦૦થી વધુ ઘૂસણખોરોની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા
January 24, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech