અગાઉના પ્રેમસબંધના મનદુ:ખમાં પથ્થરથી હુમલો કર્યો : નવી સોસાયટી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો : આરોપીની ધરપકડ માટે કરાતી સધન તપાસ
જાખર ગામ નવી સોસાયટી વિસ્તારમાં ગઇકાલે રાત્રે એક મહિલાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે દોડધામ મચી ગઇ હતી, પડાણા પોલીસની ટુકડી દોડી ગઇ હતી અને મૃતદેહનો કબ્જો સંભાળી ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા, હત્યાની પ્રબળ આશંકા પ્રાથમિક તપાસમાં દશર્વિવામાં આવી હતી, દરમ્યાન મહિલાને પથ્થરના ઘા ઝીંકીને દિયરે ઢીમ ઢાળી દીધાનુ ખુલ્યુ છે અને આ અંગે વિધિવત ગુનો દાખલ કરવામાં આવતા આરોપીની ધરપકડ માટે ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે આ બનાવે ભારે ચકચાર જગાવી છે.
લાલપુર તાલુકાના જાખર નવી સોસાયટી વિસ્તારમાં રાત્રીના એક મહિલાનો શંકાસ્પદ હાલતમા મૃતદેહ મળી આવ્યો હતો આથી મેઘપર પડાણાના પીઆઇ પી.ટી. જયસ્વાલ સહિતની ટુકડી સ્થળ પર દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી. બનાવમાં હત્યાની પ્રબળ આશંકા દશર્વિવામાં આવી હતી અને આ દિશામાં પોલીસે અંકોળા મેળવવા કાર્યવાહીનો ધમધમાટ આદર્યો હતો.
દરમ્યાન મુળ કચ્છ માંડવીના રાજણાટેકરી ગામના વતની અને હાલ લાલપુર તાલુકાના જાખર ગામ સોસાયટી વિસ્તારમાં રહેતા ડ્રાઇવીંગનું કામ કરતા બળવંતસિંહ પ્રેમસંગજી સોઢા (ઉ.વ.36)એ ગત મોડી રાત્રીના મેઘપર પડાણા પોલીસમાં હાલ જાખર ગામમાં રહેતા તેના નાના ભાઇ વિજયસિંહ પ્રેમસંગજી સોઢાની વિરુઘ્ધ બીએનએસ કલમ 103 મુજબ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યા મુજબ આરોપી કે જે ફરીયાદીના નાના ભાઇ હોય અગાઉ તેને ફરીયાદીના પત્ની વચ્ચે પ્રેમસબંધ બંધાયેલ હતો ત્યારબાદ ફરીયાદીએ પોતાની પત્ની મરણ જનારને સમજાવતા તેઓ માની ગયા હતા અને ફરીયાદીના કહેવા મુજબ આરોપીથી દુર રહેતા હતા.
દરમ્યાન અરાોપી વિજયસિંહનું કશુ કરતા ન હતા, માનતા ન હતા જે બાબતનો ખાર રાખીને આરોપી વિજયસિંહએ તેના ભાભી રીનાબા (ઉ.વ.30) પર પથ્થરથી જીવલેણ હુમલો કર્યો હતો તેણીને મોઢા અને કપાળ ઉપર વિગેરે ભાગે ઘા ઝીંકીને ઢીમ ઢાળી દઇને ભાગી છુટયો હતો.
આ બનાવની જાણ થતા પોલીસ ટુકડી દ્વારા આરોપીના સગડ મેળવવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશન અને જીલ્લામાં જાણ કરીને નાકાબંધી કરવામાં આવી હતી. ઉપરાંત આરોપીના અન્ય આશ્રયસ્થાનો સહિતના વિસ્તારોમાં પોલીસ ટુકડીઓ દોડતી કરવામાં આવી હતી. હત્યાના આ બનાવે પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech