રાજકોટના ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે ટ્રેન અડફેટે ચડી જતા સાળા બનેવીનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. ૧૨ વર્ષીય સાળો કાનમાં હેન્ડસ ફ્રી લગાવી ટ્રેક ઉપર ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતી ટ્રેન જોઈ બનેવી બચાવવા જતા બંને ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા જેમાં બનેવીનું ઘટના સ્થળે જ કણ મોત નીપયું હતું જયારે સાળાને ગંભીર ઈજાઓ થવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં તેણે દમ તોડી દીધો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા સ્થળ પર એકઠા થયા હતા અને પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ બનાવ સ્થળે અને સિવિલ હોસ્પિટલએ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રા વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં ગુલાબનગરના રહેતો અને મૂળ યુપીનો અંગૂનભાઈ રામસવારે સોનકર (ઉ.વ.૨૮) અને તેની સાથે રહેતો સાળો બાબુ હરીન્દર બંસરાજ સોનકર (ઉ.વ.૧૨) બંને સાંજે ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે હતા ત્યારે સાળો બાબુહરીન્દર કાનમાં હેન્ડસ ફ્રી લગાવી રેલવે ટ્રેક ઉપર ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતી ટ્રેન આવતી હતી એ બનેવી અંગુન સોનકર જોઈ જતા સાળાને બચાવવા માટે દોટ મૂકી હતી દરમિયાન ટ્રેન આવી જતા બંનેને ઠોકરે લેતા ગંભીર ઇજા થવાથી અંગૂન સોનકરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે સાળો બાબુ હરીન્દર લોહી લુહાણ હાલતમાં પડો હતો. બનાવને જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ અને ૧૦૮ને જાણ કરતા ઈજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો યાં તેનું મોત થયુ હતું. બનાવના પગલે આજીડેમ પોલીસે ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલએ પહોંચી જરી કાર્યવાહી કરી હતી.
મૃતક અંગૂન સોનકર સાતેક વર્ષથી રાજકોટના ગુલાબનગરમાં ઓરડી ભાડે રાખી રહેતો અને સળિયા કટિંગ કરવાનું કામ કરતો હતો, ચાર ભાઈ બે બહેનમાં મોટો હતો, સંતાનમાં ત્રણ દીકરી છે. જયારે બાબુ હરીન્દર બે ભાઈ ચાર બહેનમાં નાનો હતો અને બે મહિના પહેલા જ રાજકોટ કામ માટે આવ્યો હતો અને બનેવી સાથે રહેતો હતો. સાળા બનેવીના મોતથી પરિવારમાં કણ કલ્પાંત સર્જાયો હતો
બે દિવસ પહેલા યાં ફોટો પડાવ્યા હતા ત્યાંજ મોત થયું
કયારેક જીવનમાં સમય અને સંજોગ એવા ઉભા થતા હોય છે કે તેને સમજી શકાતા નથી હોતા, બનાવ બન્યો એ માલધારી ફાટકના રેલવે ટ્રેક ઉપર બે દિવસ પહેલા જ સાળા બનેવીએ મોબાઈલમાં પોતાના ફોટા પાડા હતા ત્યાં જ ટ્રેન અડફેટે બંનેના મોત નિપજતા બે દિવસ પહેલા પાડેલા ફોટા અને રેલવે ટ્રેકની જગ્યા હંમેશ માટે આખરી બની ગયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMજામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની જેલ સજા
May 14, 2025 12:25 PMધુતારપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સૈનિકો માટે રક્તદાન કેમ્પ
May 14, 2025 12:22 PMભાણવડના યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો
May 14, 2025 12:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech