ઉપલેટાના મોટી પાનેલી ગામે રહેતા મહિલાના પિતાની જમીન ધોરાજીના જમનાવાડ ગામની સીમમાં આવેલી હોય જે જમીનમાં તેનો ભાઈ તેને હક આપવા ઈચ્છતો નથી. જેથી જમીનની ખોટી પાવર ઓફ એટર્ની બનાવી તેમાં બહેનની ખોટી સહી કરી આ પાવર ઓફ એટર્ની થકી તેણે મંડળીમાંથી ધિરાણ પણ મેળવી લીધું હતું. જે અંગેની જાણ થતા મહિલાએ ધોરાજીમાં રહેતા પોતાના સગા ભાઈ વિદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઉપલેટાના મોટી પાનેલી ગામે ગરબી ચોક પાસે રહેતા મંજુલાબેન હરસુખભાઈ મુજપરા(ઉ.વ ૬૧) દ્રારા ધોરાજી સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધોરાજીમાં સ્ટેશન પ્લોટ કે.ઓ.શાહ કોલેજ પાસે રહેતા પોતાના સગા ભાઈ ભીખા નરશીભાઈ ઠેશિયાનું નામ આપ્યું છે. ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા નરશીભાઇ ધરમશીભાઈ ઠેસિયાનું વર્ષ ૨૦૧૫માં અવસાન થયું છે તેઓ ચાર બહેનો તથા એક ભાઈ છે.
ફરિયાદીના પિતા નરશીભાઈના નામની જમનાવડ ગામની સીમમાં મોટી કેનાલ વાળા રસ્તે ૧૫ વીઘા ખેતીની જમીન આવેલી છે જે જમીનમાં પાંચેય ભાઈ–બહેનના નામો દાખલ થયેલ છે આ જમીનમાં ફરિયાદીના ભાઈ ભીખા ઠેસીયા ખેતી કરે છે. આ જમીનમાં ફરિયાદીએ પોતાનો ભાગ માંગતા તેના ભાઈએ આજદિન સુધી તેને ભાગ આપ્યો ન હતો. સાતેક માસ પૂર્વે ફરિયાદીને જાણવા મળ્યું હતું કે,તેના ભાઈ ભીખાએ આ જમીનને લઇ કુલમુખત્યાર નામ એટલે કે જનરલ પાવર ઓફ એટર્ની તૈયાર કરી આ મુખત્યારનામમાં ફરિયાદીની ખોટી સહી કરી નાખી છે અને આ કુલમુખત્યાર નામુ ધોરાજીના નોટરી અને એડવોકેટ લાલજી વાગડિયાની ઓફિસે ધોરાજી ખાતે નોંધાયેલ છે.
કુલમુખત્યાર નામું ફરિયાદીના ભાઈ ભીખાએ ધોરાજીમાં સેવા સહકારી મંડળીમાં રજૂ કરી તેના આધારે જમીન પર .૨,૬૬,૪૨૪ નું ધિરાણ પણ મેળવી લીધું છે જેથી ફરિયાદી અહીં સેવા સહકારી મંડળીનો સંપર્ક સાઘી અહીંથી તેમણે પોતાની ખોટી સહીવાળું પાવર ઓફ એટર્ની નકલ મેળવેલ છે જેમાં ફરિયાદી તથા તેમની અન્ય બહેનોના ફોટા તથા સહીઓ છે. યારે આ કુલમુખત્યાર નામ બન્યું ત્યારે ફરિયાદી ધોરાજીમાં હતા જ નહીં જેથી તેમની ખોટી સહી કરી ફોટો લગાડી દીધો છે. આમ ફરિયાદીનો ભાઈ જમીનમાં તેનો તથા તેની અન્ય બહેનો હક્ક છીનવી લેવા માટે પ્રયાસ કરતો હોય જેને લઇ તેણે આ ખોટી પાવર ઓફ એટર્ની બનાવી તેમાં ફરિયાદીની ખોટી સહી કરી ધિરાણ મેળવી છેતરપિંડી–વિશ્વાસઘાત કર્યેા છે. જે અંગે ફરિયાદીએ પ્રથમ કોર્ટના દ્રાર ખખડાવ્યા બાદ કોર્ટના નિર્દેશ બાદ આ અંગે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech