રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર મોટા ગુંદાળા ગામ પાસેથી પોલીસે દારૂ ભરેલી સ્વીટ કાર સાથે જેતપુરમાં રહેતા સાળા બનવીને ઝડપી લીધા હતા. પોલીસે કારમાંથી ૧૨૦ બોટલ દારૂ સહિત કુલ . ૩.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં અહીં પીઠડીયા ટોલનાકા સુધી અન્ય કોઈ શખસ દારૂ ભરેલી આ કાર આપી ગયો હોય જેથી આ મામલે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
દારૂ ના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા અને હરેશભાઈ પરમારને મળેલી બાતમીના આધારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર મોટા ગુંદાળા ગામ પાસેથી પોલીસે શંકાસ્પd કાર અટકાવી હતી.
પોલીસે આ કારની તલાસી લેતા તેમાંથી રૂપિયા ૭૨,૦૦૦ ની કિંમતનો ૧૨૦ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં સવાર આશિષ ઉર્ફે પપ્પુ ઉર્ફે બદામ ગોપાલભાઈ સોલંકી અને સાહિલ ઉર્ફે ઝીણો રાજુભાઈ સરવૈયા (રહે. બંને. જેતપુર ફલવાડી)ને ઝડપી લીધા હતા. પોલીસે દારૂ નો હાજર જથ્થો સ્વીટ કાર અને બે મોબાઈલ સહિત કુલ રૂપિયા ૩.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ નો આ જથ્થો કોઈ અન્ય શખસ પિઠડીયા ટોલનાકા સુધી પહોંચાડી ગયો હોય અને ત્યાંથી આ સાળો–બનેવી દારૂ ભરેલી આ કાર જેતપુરમાં લઈને આવી રહ્યા હતા. આ મામલે પોલીસે હાલ ઝડપાયેલા બંને આરોપીઓ સામે ગુનો નોંધી તેમને દારૂ સપ્લાય કરનાર શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech