ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં રહેતી યુવતી અને તેના ભાઈ પર હુમલો કરાયો હતો. ચાવડી ગેટ ખાતે રિસામણે આવેલી બહેનને તેના પતિ પાસે માતા અને ભાઈઓ મુકવા આવતા જમાઈ સહીત ચારે માતા-દીકરી અને બે ભાઈ પર હુમલો કરી પાઈપ, છરી, લાકડી સાથે માર મારી ઈજા પહોંચાડતા તમામને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના કુંભારવાડાના માઢીયા રોડ પર બાથાભાઈના ચોકમાં સાસરી ધરાવતા રીટાબેન રાજેશભાઈ સોલંકીએ નિલમબાગ પોલીસ મથકમાં તેના પતિ રાજેશ કનૈયાલાલ સોલંકી, સસરા કનૈયાલાલ સોલંકી, નણદોઈ આકાશભાઈ અને ભાવેશભાઈ સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તેના પતિ સાથે બોલાચાલી થતા તેઓ ભરતનગર તેના માતાના ઘરે રિસામણે જતા રહેલા બાદ વડે ચાવડીગેટ, મફતનગરમાં તેના પતિ પાસે તેના માતા સોનલબેન, ભાઈ ભાવેશભાઈ અને નાનજીભાઈ તેણીને મુકવા માટે આવતા ઉક્ત તમામમે ઉશ્કેરાઈ તેના ભાઈ નાનજીભાઈને ભાવેશે છરીનો ઘા ઝીંકી, તેઓના ભાઈ ભાવેશભાઈને પાઈપ અને લાકડીના ઘા મારી તેમજ તેને અને તેના માતાને પાઈપ અને ઢીંકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન તમામ ઈજાગ્રસ્તોને સર.ટી.હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ સંદર્ભે પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉર્વશી રૌતેલાએ રિષભ પંત સાથેની ડેટિંગની અફવાઓ પર તોડ્યું મૌન
September 21, 2024 12:47 PMસિંઘમ અગેઈનમાં સલમાન નહી દેખાય
September 21, 2024 12:43 PMસુપરસ્ટાર પ્રભાસની ફિલ્મો પર 2100 કરોડનો દાવ
September 21, 2024 12:42 PMપુત્ર સાથે હોસ્પિટલ પહોચેલી કાજોલએ ગાર્ડને ધક્કો મારતા લોકો નારાજ
September 21, 2024 12:38 PMઅભિનેત્રી સૈયામી ખેરે જર્મનીમાં જીત્યો મેડલ
September 21, 2024 12:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech