BREAKING NEWS

મોરબીમાં મકાનના વિવાદમાં ભાઈ અને ભત્રીજાએ કાકાને ધોકા વડે ફટકાર્યા

  • June 12, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં જમીન અને મકાનના વિવાદમાં સગા સંબંધો લોહીલુહાણ થયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં વિધુતનગરમાં આવેલા એક મકાનની માલિકી બાબતે સગા મોટા ભાઈ અને ભત્રીજાએ ભેગા મળીને આધેડનુ મોટરસાયકલ પર અપહરણ કયુ હતું. ત્યારબાદ તેમને જાંબુડીયા બ્રીજ પાસે અવાવં જગ્યાએ લઈ જઈ લાકડાના ધોકા વડે બેરહેમીથી માર મારી, બળજબરીથી મિલકતના દસ્તાવેજો અને સ્ટેમ્પ પેપર પર સહી–અંગૂઠા કરાવી લીધા હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીની યદુનંદન સોસાયટીમાં રહેતા અને બોલેરો ગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા વાસુરભાઈ સામતભાઈ સોઢીયા (ઉં.વ. ૫૦)એ આરોપી મગન સામતભાઈ સોઢીયા (મોટા ભાઈ) તથા રાજન મગનભાઈ સોઢીયા રહે. બંને વિધુતનગર સર્કિટ હાઉસની સામે મોરબી વિદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા તેમના ભાઈ આરોપી મગનભાઈના નામે વિધુતનગરમા મકાન આવેલ હોય જે મકાન આરોપીએ પોતાના નામે કરી દેવાનું કહેતા ફરિયાદીએ ના પાડતા આરોપી મગનભાઈએ ભુંડી ગાળો બોલી એક લાફો મારી બન્ને આરોપીઓએ ફરિયાદીને તેમના મોટર સાઈકલમાં બળજબરીથી બેસાડી અપહરણ કરીને જાંબુડીયા બ્રીજ પાસે થી કોરલ ગોલ્ડ કારખાના પાસે એકાંત જગ્યાએ લઈ જઈ ત્યાં પડેલ લાકડાનો ધોકો લઈ બને આરોપીઓએ વારાફરતી પકડી રાખી લાકડાના ધોકા વડે ફરિયાદિને પગના ભાગે માર મારી મુંઢ ઈજા કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application