એક ઓવરમાં સૌથી વધુ રનનો યુવરાજનો રેકોર્ડ તોડ્યો... એક ઓવરમાં બનાવ્યા 39 રન

  • August 20, 2024 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

20 ઓગસ્ટ T20 ક્રિકેટમાં ખૂબ જ ખાસ દિવસ રહ્યો છે. આ દિવસે સમોઆની રાજધાની અપિયામાં એક શાનદાર T20 ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી, જેમાં સિક્સર કિંગ તરીકે ઓળખાતા યુવરાજ સિંહ સહિત ઘણા ખેલાડીઓના રેકોર્ડ્સ તૂટ્યા હતા.


આ મેચમાં સમોઆ અને વનુઆતુની ટીમો સામસામે આવી હતી. આ મેચ ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ રિજનલ ઈસ્ટ એશિયા-પેસિફિક ક્વોલિફાયર A ઈવેન્ટ હેઠળ રમાઈ હતી. આ T20 ઈન્ટરનેશનલ મેચમાં સમોઆએ 10 રને જીત મેળવી હતી.


ડેરિયસે એક ઓવરમાં 6 સિક્સ ફટકારી હતી


આ મેચમાં સમોઆના ડેરિયસ વિસેરે 62 બોલમાં 132 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 14 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 212.90 હતો પરંતુ તેની ઇનિંગમાં એક ખાસ રેકોર્ડ બન્યો હતો. 28 વર્ષના ડેરિયસે એક જ ઓવરમાં 39 રન બનાવીને યુવરાજ સહિત તમામ ખેલાડીઓના રેકોર્ડને તોડી નાખ્યા છે.


ડેરિયસે સમોઆની ઇનિંગની 15મી ઓવરમાં એક ઓવરમાં 39 રનનો આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. આ ઓવર વનુઆતુના નલિન નિપિકોએ કરી હતી. આ ઓવરમાં તેણે 3 નો બોલ પણ નાખ્યા. ડેરિયસે આ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. તેણે ચોથો અને પાંચમો બોલ ડોટ રમ્યો.


આ રીતે એક ઓવરમાં 39 રન થયા


પ્રથમ બોલ: ડેરિયસે સિક્સર ફટકારી

બીજો બોલ: સિક્સર

ત્રીજો બોલ: સિક્સર

ચોથો બોલ: નો બોલથી એક રન મળ્યો

ચોથો બોલ: સિક્સર

પાંચમો બોલ: ડેરિયસ કોઈ રન બનાવી શક્યો ન હતો

છઠ્ઠો બોલ: નો બોલ પર એક રન મળ્યો

છઠ્ઠો બોલ: નો બોલ, ડેરિયસે સિક્સર ફટકારી, 7 રન મેળવ્યા

છઠ્ઠો બોલ: સિક્સર


એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તૂટી ગયો


હવે ઈન્ટરનેશનલ સિવાય ઓવરઓલ T20માં એક ઓવરમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પણ તૂટી ગયો છે અને એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ડેરિયસ ઓવરઓલ T20માં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. અગાઉ ઓવરઓલ T20 ક્રિકેટમાં આ રેકોર્ડ 38 રનનો હતો, જે 24 જુલાઈ 2012ના રોજ સસેક્સ અને ગ્લોસ્ટરશાયર વચ્ચેની મેચમાં બન્યો હતો.


જ્યારે આ પહેલા ઈન્ટરનેશનલ ટી20 ક્રિકેટમાં એક ઓવરમાં માત્ર 36 રન જ બની શકતા હતા. આ સિદ્ધિ યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં, 2021માં કિરોન પોલાર્ડ, 2024માં નિકોલસ પૂરન, દીપેન્દ્ર સિંહ એરે અને રોહિત શર્મા અને રિંકુ સિંહે હાંસલ કરી હતી પરંતુ હવે આ તમામ રેકોર્ડ તૂટી ગયા છે.


મોટી વાત એ છે કે ડેરિયસના કરિયરની આ માત્ર ત્રીજી T20 મેચ હતી. જેમાં તેણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. મેચની વાત કરીએ તો ડેરિયસની બેજોડ ઇનિંગ્સના કારણે સમોઆએ મેચમાં 174 રન બનાવ્યા હતા. જવાબમાં વનુઆતુએ પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ ટીમ 9 વિકેટે 164 રન સુધી જ પહોંચી શકી અને 10 રનથી મેચ હારી ગઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application