BREAKING NEWS

સોમવારે જ જૂનું બિલ લાવો પછી જોઈએ કે કોણ મહિલા વિરોધી છેઃ પ્રિયંકા ગાંધી

  • April 18, 2026 11:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નવી દિલ્હી લોકસભાના વિશેષ સત્રમાં બંધારણ(૧૩૧મો સુધારો) બિલ, ૨૦૨૬ પસાર ન થતા હવે દેશમાં મહિલા અનામત મુદ્દે રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. સત્તાપક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા માગ કરી છે કે સરકાર ફરીથી જૂનું મહિલા અનામત બિલ લાવે, જેને અગાઉ તમામ પક્ષોનું સમર્થન મળ્યું હતું. શનિવારે મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ પડકાર ફેંક્યો કે, પસોમવારે જ સંસદ બોલાવો અને જૂનું બિલ રજૂ કરો, પછી જુઓ કે કોણ મહિલા વિરોધી છે. અમે સૌ તમને વોટ આપીશું અને સમર્થન કરીશું.થ વિપક્ષી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ હવે આ મુદ્દે પીએમ મોદીને પત્ર લખવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી થયું છે કે વિપક્ષ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જનતાને જણાવશે કે તેઓ અનામતના પક્ષમાં જ છે, પરંતુ સરકાર આ બિલની આડમાં દેશનો રાજકીય નકશો બદલવા માંગતી હતી. પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, અનામત એ મહિલાઓનો અધિકાર છે અને વડાપ્રધાને તેને વસ્તી ગણતરી તથા સીમાંકન સાથે જોડીને પોતાને મહિલાઓના મસીહા તરીકે રજૂ કરવાનો જે ખોખલો પ્રયાસ કર્યો હતો, તે આજે નિષ્ફળ રહ્યો છે. આજે વિપક્ષે એકતા બતાવીને લોકશાહીનું રક્ષણ કર્યું છે. જે આ બિલ પસાર થઈ ગયા હોત, તે દેશમાં લોકશાહીના અસ્તિત્વ પર જોખમ આવી શકે તેમ છે. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે લોકસભામાં સરકાર આ બિલ પસાર કરાવી શકી નહોતી. આ બિલમાં સંસદની બેઠકો ૫૪૩થી વધારીને ૮૫૦ કરવાની જોગવાઈ હતી. ૨૧ કલાકની ચર્ચા બાદ થયેલા મતદાનમાં હાજર ૫૨૮ સાંસદોમાંથી પક્ષમાં ૨૯૮ અને વિરોધમાં ૨૩૦ વોટ પડયા હતા. બિલ પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતી એટલે કે ૩૫૨ વોટની જરૂર હતી, જેને કારણે આ બિલ ૫૪ મતોથી પડી ગયું હતું. હવે વિપક્ષના આક્રમક વલણ બાદ સોમવારની રાજનીતિ પર આખા દેશની નજર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News