દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના ઉપક્રમે રવિવારે અત્રે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય કર્મચારી મંડળના પ્રથમ વખત યોજવામાં આવેલા આ સરસ્વતી સન્માન સમારોહમાં કર્મચારીઓના કે.જી.થી પી.જી. સુધીના તેજસ્વી બાળકોને જાહેરમાં સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કર્મચારી મંડળ તેમજ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા આ બાળકોને આકર્ષક ભેટ વડે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખે મંડળ દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીઓ બાબતે સવિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમની સાથે નિવૃત્ત કર્મચારીઓને પણ આદરભેર સન્માનિત કરાયા હતા. આરોગ્ય મંડળના કારોબારી સદસ્યો દ્વારા આ સમગ્ર આયોજન માટે નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી. જેમાં સમગ્ર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ સહપરિવાર ઉપસ્થિત રહી, આ આયોજનની સરાહના કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાઃ ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:08 AMચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech