ગીર સોમનામાંથી લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ: ત્રણ મહિલા સહિત ચાર ઝડપાયો

  • March 12, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્રમાં છેલ્લા  ઘણા સમયથી લૂંટરી દુલ્હનના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લ ા ક્રાઇમ બ્રાન્ચને આવી લૂંટરી દુલ્હન ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ આખી ઘટના અંગે એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના અજય સોલંકીએ સુત્રાપાડાના કોળી નરસિંગ વાજા સાથે ઙ્કરિચય બાદ જુનાગઢના શમીમબેન ઉર્ફે સીમાબેન ખેમરાજ જોશી અને દીપકભાઇ હીરાલાલ નાગદેવનો થયેલ ત્યારબાદ આ ત્રણેય દલાલોએ રાજકોટના રીયાજ કરીમભાઇ મીરજા અને કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજભાઇ મીરજાનો સંપર્ક કરાવેલ હતો. આ તમામ લોકોએ કાવતરૂ કરી ફરીયાદી અજય પાસે થી કુલ રૂા.૧.૨૪ લાખ લઇ દલાલ રીયાજે પોતાની સાથે આવેલ કૌશરબાનું વા./ઓ. અશરફ યુસુફ કાન્સીનું રીન્કલ અનીલભાઇ પંડયા નામનુ ખોટુ આધારકાર્ડ તથા લીવીંગ સર્ટી બનાવી ખોટો દસ્તાવેજ ઉભો કરી નોટરી મારફત અમરેલી જીલ્લ ાના બાંટવા દેવળી ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી કરાવી જેમાં ઉપરોકત તમામ દલાલોએ સાક્ષી તરીકેની પોતાની સહી કરી આપેલ ત્યારબાદ આ કૌશરબાનું ફરીયાદીના હરણાસા ગામે ઘરે ૧૦ દિવસ રોકાયા બાદ ફરાર થઇ ગયેલ જે બાબતે ફરીયાદીએ આ દલાલોનો સંપર્ક કરતા તેઓ દ્વારા ખોટા ગુન્હામાં સંડોવી દેવાની ધમકી આપેલ યુવકે પોલીસને ફરિયાદ અરજી આપેલ હતી જેમાં ગીર સોમનાથ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એ.બી.વોરા અને સ્ટાફના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાએ ટેકનિકલ એનાલીસીસ તથા હયુમન સોર્સીસ દ્વારા તપાસ કરતા આ ફરાર થયેલ યુવતિ કૌશરબાનુ ઉર્ફે રીન્કલ અનીલભાઇ પંડયા રહે.વિરમગામ જી.અમદાવાદ વાળીને નવસારી ખાતેથી શોધી કાઢી આ છેતરપીંડીમાં મદદગારી કરનાર અન્ય દલાલ કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજ મીરજાને આણંદ ખાતેથી તથા શમીમબેન ઉર્ફે સીમાબેનને જુનાગઢ ખાતેથી તથા નરસીંગભાઇ વાજાને સુત્રાપાડા ખાતેથી શોધી કાઢી આ ગુન્હાના કામે ધરપકડ કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application