હૃદયના ધબકારા બધં થયાની ૫૦ મિનિટ પછી શ્વાસ પાછો ફર્યેા, તબીબો અચંબિત

  • March 01, 2024 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાર્ટ એટેક આવ્યા બાદ કોઈ વ્યકિતના હૃદયના ધબકારા ૫૦ મિનીટ સુધી બધં થઈ ગયા બાદ ફરીથી એ વ્યકિત શ્વાસ લેવા માંડે અને જીવતો થાય એવું માનવા મન તૈયાર ન જ થાય પરંતુ આ હકીકત છે. આવો એક બનાવ બ્રિટનમાં બન્યો છે. અહીના ૩૧ વર્ષના બેન વિલ્સનનો હાર્ટ એટેક બાદ ચમત્કારિક બચાવ થયો છે. જો કે તબીબો પણ આ ઘટનાથી અચંબામાં પડી ગયા છે.

આ મામલો બ્રિટનનો છે, યાં ૩૧ વર્ષીય બેન વિલ્સન ઘરે આરામથી બેઠો હતો, ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો. તે કઈં સમજે તે પહેલા તે પડી ગયો . દરમિયાન, બેનનો અવાજ સાંભળીને, તેની મંગેતર રેબેકા હોમ્સે તરત જ તેને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યેા અને એમ્બ્યુલન્સને બોલાવી. આ દરમિયાન બેનના ધબકારા બધં થઈ ગયા હતા. યારે બેને લાંબા સમય સુધી શ્વાસ ન લીધો, ત્યારે રેબેકા ખૂબ ચિંતિત થઈ ગઈ. પરિવારે સ્વીકાયુ કે હવે બેનને બચાવવો મુશ્કેલ છે.પરંતુ ૫૦ મિનિટ પછી બેને ફરીથી શ્વાસ લેવાનું શ કયુ. આ જોઈને ત્યાં હાજર દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા. બેનનું દય ધબકતું જોઈને રેબેકા કોઈ પણ વિલબં કર્યા વગર તેને હોસ્પિટલ લઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે જયારે ડોકટરોએ તેની હાલત જોઈ તો તેઓ પણ દગં રહી ગયા.બેન હોસ્પિટલ પહોંચ્યા કે તરત જ ડોકટરોએ તેમને કોમા વિભાગમાં મૂકી દીધા, પરંતુ યારે તપાસ કરવામાં આવી તો તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા. કહેવામાં આવી રહ્યું છે કે બેનના હૃદયમાં લોહીનો ગઠ્ઠો બની ગયો હતો, જેના કારણે તેમના હૃદયે કામ કરવાનું બધં કરી દીધું હતું. બાદમાં તેની સર્જરી કરવામાં આવી અને સ્ટેન્ટ નાખવામાં આવ્યો. આપરેશન પછી ડોકટરોએ રેબેકાને કહ્યું હતું કે અત્યારે બેન કોમામાં જ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે બે દિવસથી તેના મગજમાં સોજો હતો. દરમિયાન, હોસ્પિટલમાં તેમના સાતમા દિવસે, બેનને બહત્પવિધ હાર્ટ એટેક આવ્યા,બેનની મંગેતર રેબેકા હોમ્સે કહ્યું કે, હત્પં હોસ્પિટલમાં આખો સમય બેન સાથે રહી અને તેને કહેતી રહી કે હત્પં તેને પ્રેમ કં છું. દરમિયાન, મેં બેન માટે ડ્રીમ અ લિટલ ડ્રીમ ઓફ મી ગીત પણ ગાયું. મેં બેનના ઓશીકા પર માં પરયુમ છાંટું અને તેની બાજુમાં એક ટેડી મૂકયું જેમાં લખ્યું હતું લવ યુ ટુ ધ મૂન એન્ડ બેક. હત્પં માનતી હતી કે તેના માટેનો મારો પ્રેમ તેને જીવતં રાખશે . તે બચી ગયો તે એક ચમત્કાર છે. ડોકટરોએ બેનને ગેમિંગ, ધૂમ્રપાન, ખરાબ આહાર અને ચેરી કોલાના કેન પીવા પર પ્રતિબધં મૂકયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News