મોરબી કોંગ્રેસમાં ભંગાણ, પૂર્વ પ્રમુખે રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો

  • February 26, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લ ા કોંગ્રેસમા ભંગાણની સ્થિતિ સર્જાઈ રહી છે તાજેતરમાં જીલ્લ ા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાના નામની જાહેરાત થયા બાદ પ્રમુખ તરીકે કાર્યરત જયંતીભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું તો હવે જીલ્લા  કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગમીએ રાજીનામું ધરી દેતા રાજકારણ ગરમાયું છે.

મોરબી જીલ્લ ા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ જીલ્લા  પંચાયતના પૂર્વ સદસ્ય મુકેશભાઈ ગામીએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને રાજીનામું આપ્યું છે જેમાં જણાવ્યું છે કે તેઓ કોંગ્રેસ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલ હતા અને હાલ તેઓ પક્ષમાં તમામ હોદા પરથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી સ્વૈચ્છિક રાજીખુશીથી અંગત કારણોસર રાજીનામું આપી રહ્યા છે પક્ષના આગેવાનો અને કાર્યકરોનો હમેશા સહકાર મળ્યો છે જેથી આભાર વ્યક્ત કર્યો છે.

ઉલ્લ ેખનીય છે કે જીલ્લ ા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાના નામની જાહેરાત થયા બાદ હાલના પ્રમુખ જયંતીભાઈ પટેલ અને પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી સહિતના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો અને તેઓએ નારાજગી દર્શાવી હતી તો હવે એક બાદ એક રાજીનામાં પત્ર આપવામાં આવી રહ્યા છે જેમાં હોદા પરથી રાજીનામાં ઉપરાંત પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપવાનું લખવામાં આવ્યું છે જેથી અન્ય પક્ષમાં જોડાવવાની પેરવીથી પણ ઇનકાર કરી શકાતો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application