ભાદર લાઇનમાં ભરચોમાસે ભંગાણ શુક્ર-શનિ 100 વિસ્તારમાં પાણીકાપ

  • June 27, 2024 03:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડવા ભાદર-1 ડેમથી રાજકોટ સુધી નખાયેલી પાઇપલાઇનમાં લિકેજ થતા તેમાં રિપેરીંગના કારણોસર આવતીકાલે શુક્રવાર અને શનિવાર દરમિયાન શહેરના છ વોર્ડમાં પાણીકાપ રહેશે.વિશેષમાં રાજકોટ મહાપાલિકાના વોટર વર્કસ બ્રાન્ચના સિટી ઇજનેરએ જણાવ્યું હતું કે, ભાદર ડેમથી રીબડા ફિલ્ટર પ્લાન્ટ સુધીની પાઇપલાઇન ઘણાં વર્ષો જુની હોવાના કારણે અલગ-અલગ સ્થળે લિકેજ રીપેરીંગ કરવાનું હોય આગામી તા.28 જુનને શુક્રવારના રોજ વાવડી હેડવર્કસ હેઠળના વોર્ડ નં.11 પાર્ટ અને વોર્ડ નં.12 પાર્ટમાં વિતરણ બંધ રહેશે. જ્યારે તા.29ને શનિવારના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો પૈકીના ઢેબર રોડના વોર્ડ નં.7 પાર્ટ, 14 પાર્ટ, 17 પાર્ટ તેમજ નારાયણનગર હેડવર્કસ તથા સ્વાતીપાર્ક હેડવર્કસ હેઠળ આવતા વોર્ડ નં.18 પાર્ટના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે.

છ વોર્ડના આ 100 એરિયામાં પાણી નહીં મળે
વોર્ડ નં.11: અંબિકા ટાઉનશીપ

વોર્ડ નં.12: વાવડી ગામ, વિશ્વકર્મા સોસાયટી, મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસાયટીઓ

વોર્ડ નં.7: ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર વિગેરે.

વોર્ડ નં.14: વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર,ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક.

વોર્ડ નં.17: નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીવર્દિ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ.
વોર્ડ નં.18: ખોડીયારનગર, હીંગળાજનગર, હરીદ્વાર-1, હરીદ્વાર-2, ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારયણનગર, ચંદ્રેશનગર, મચ્છોનગર, નુરાનીપરા, દોલતપરા, નાગબાઇ પરા,શિવમ ખાડો, શીતળાધાર, રેઇલવે બોર્ડ ક્વાટર્સ, શુભમપાર્ક, સીતારામ સોસાયટી, સોલ્વંટ ક્વાર્ટર્સ, ગુલાબનગર, સોમનાથ ઇંડસ્ટ્રીઝ, ઇશ્વરપાર્ક, શ્રદ્ધાપાર્ક, શિવપાર્ક, મંગલપાર્ક, રાધાપાર્ક,આદર્શપાર્ક, શ્યામપાર્ક, રામેશ્વર રેસીડેંસી, રેઇનબો રેસીડેંસી, જયપાર્ક, શિવ સાગરપાર્ક, સુરભી રેસીડેંસી, જયરામ પાર્ક, મયુર પાર્ક, સિલ્વર રેસીડેંસી, ખોડલધામ, સુરભી રેસીડેંસી, શ્યામકિરણ સોસાયટી, આદર્શ ગ્રીન, આદર્શ શિવાલય, આદર્શ શિવાલય-2, શનપાર્ક, પ્રમુખરાજ સોસાયટી, ગધાધરપાર્ક, શિવ સાગર પાર્ક, શ્રીરામ વાટીકા, ગોલ્ડન રેસીડેંસી, સત્યમપાર્ક, સુંદરમપાર્ક, નવું રાધેશ્યામ પાર્ક, આસોપાલવ વાટીકા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News