ખંભાળિયાના વેપારી દ્વારા તમાકુના વેચાણમાં કોપી રાઈટનો ભંગ

  • November 10, 2023 11:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુળ પેકીંગના તળીયાના ભાગે છેડછાડ કરી : ૨૧૦ ટીન મળી આવ્યા

ખંભાળિયામાં રહેતા એક વેપારીએ જાણીતી કંપનીની તમાકુમાં ભેળસેળ કરી અને કોપી રાઈટ એક્ટનો ભંગ કરવા બદલ ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા અને એક કંપનીના પ્રોપાઇટર તરીકે ફરજ બજાવતા હિરેનભાઈ મુકેશભાઈ પટેલ (ઉ.વ. ૪૨) દ્વારા અહીંની રામનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા હેમત સામતભાઈ ભાટિયા નામના ૪૨ વર્ષના વેપારી શખ્સ સામે અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રામનાથ સોસાયટીમાં મહાદેવ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ધરાવતા આરોપી હેમત સામતભાઈએ પોતાની દુકાનમાં રહેલી બાગબાન તમાકુ ૧૩૮ના રુા. ૬૩,૦૦૦ની કિંમતના ૨૧૦ નંગ ટીનમાં ટીનના ડબલાના મૂળ પેકિંગમાં તળિયાના ભાગેથી છેડછાડ કરી અને તળિયામાંથી હલકી કક્ષાની તમાકુ ભરીને ફરિયાદીની કંપનીની બ્રાન્ડમાં હલકી ગુણવત્તાવાળી તમાકુ વેચી અને એમ ફોરયુ ઇન્ટ. પ્રોપર્ટી પ્રાઇસ સર્વિસીસ કંપનીને મળેલા કાયદેસરના કોપી રાઈટ એક્ટનો ભંગ કર્યો હતો.
આ પ્રકરણમાં પોલીસે આરોપી દુકાનદાર સામે કોપી રાઈટ એક્ટની કલમ ૧૯૫૭ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ કરમુર દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application