જામનગરના બ્રાસ ઉદ્યોગકારોને એન્વાર્યન્મેન્ટ કલીયરન્સ માટે છ મહીનાની મુદ્દત મળી

  • August 01, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રાસ કાસ્ટીંગને ર્સ્પશતા એન્વાર્યનોન્ટ કલીયરન્સના પ્રશ્ર્ને સાંસદની રજૂઆત રંગ લાવી

કેન્દ્રની ગ્રીન ટ્રીબ્યુનલન્સ ચૂકાદાની જોગાવઇને કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં જામનગરના બ્રાસ ઉદ્યોગમાં કાસ્ટીંગ કરતા બ્રાસ ફાઉન્ડ્રી ઉદ્યોગકારોને એન્વાર્યન્મેન્ટ કલીયરન્સ લેવાની જવાબદારી ઉભી થતા નિર્માણ થયેલ પરિસ્થિતિમાં મોટા ભાગના એકમોનો સમાવેશ થઇ જતો હોય આ પ્રશ્ર્ને જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનન્સ હોદ્દેદારો તથા સંલગ્ન ઉદ્યોગકારો દ્વારા જામનગરના સાંસદ પૂનમબેન માડમને રજૂઆત કરવામાં આવી હતી.
જે અનુસંધાને તેઓએ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવજીનો સંપર્ક કરી ઉપસ્થિત થયેલ પરિસ્થિતિથી તેઓને વાકેફ કરેલ હતા. ત્યારબાદ એસોસીએશનનું પ્રતિનિધિ મંડળ પુનમબેન માડમની આગેવાની હેઠળ કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત માટે દિલ્હી ગયેલ હતું. કેન્દ્રીય મંત્રીની જામનગર મુલાકાત દરમ્યાન પણ પુનમબેન માડમે એસોસીએશન પ્રતિનિધિઓની તેઓ સાથે બેઠક કરાવેલ હતી.
આખરે સાંસદ પૂનમબેન માડમની અથાગ મહેનતના કારણે વન અને પર્યાવરણ મંત્રાલયે એન્વાર્યન્મેન્ટ કલીયરન્સ લેવા માટેની મુદ્દતમાં ૬ માસનો વધારો કરી આપેલ છે. આમ સાંસદ જાગૃતિ તથા ઉદ્યોગ પ્રત્યેની સંવેદનાને કારણે બ્રાસ ઉદ્યોગ ઉદ્યોગકારોને હાલ પૂરતી ખુબ જ રાહત થયેલ છે તે ઉપરાંત સાંસદએ છ માસની મુદ્દત દરમ્યાન આ પ્રશ્ર્નનો કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે પ્રયત્નો કરશે તેવું આશ્ર્વાસન આપેલ છે. આમ કરી એક વખત આપણા સાંસદની જાગૃતતતાને કારણે બ્રાસ ઉદ્યોગ પર આવેલી આ મુસીબત દૂર કરવામાં સફળતા મળેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application