જામનગરમાં નશાયુકત પીણાની બોટલો જપ્ત

  • December 01, 2023 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીટી-સી પોલીસે પાનની દુકાનમાં પાડયો દરોડો  

જામનગરના એરફોર્સ-૨ના ગેઇટ પાસે આવેલ પાનની દુકાનમાં તપાસ કરીને હર્બી પ્રોડકટની નશાયુકત પીણાની ૯૬ બોટલ સીટી-સી પોલીસે કબ્જે લીધી હતી.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ હર્બલ ટોનીક હર્બી પ્રોડકટનું ગેરકાયદે વેચાણ શોધી કાઢવા સુચના આપેલ હોય તે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી-સી ડીવીઝન પીઆઇ એ.આર. ચૌધરીના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ વી.એ. પરમાર તથા સ્કોડના માણસો સાથે સીટી-સી વિસ્તારમાં હર્બલ ટોનીક હર્બી પ્રોડકટર ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમોને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન હેડ કોન્સ. જાવેદભાઇ વજગોળ તથા પો.કોન્સ ખીમશીભાઇ ડાંગરને સંયુકત બાતમી રાહે મળેલ હકીકત આધારે જામનગર પેટ્રોલપંપ, એરફોર્સ-૨ના ગેઇટ પાસે આવેલ દીપ પાના નામની દુકાનમાંથી શંકાસ્પદ નશાકારક કેફી પીણાી ૯૬ બોટલ કિ. ૧૪,૪૦૦નો મુદામાલ કબ્જે કરી એફએસએલ તથા ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પરિક્ષણ માટે મોકલવા કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application