ગોંડલનાં રાજાશાહી સમયના બન્ને પુલ ભારે વાહનો માટે બંધ કરાશે

  • November 06, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલના રાજાશાહી સમયના હોસ્પિટલ તરફ જતા અને પાંજરાપોળ થી ઘોઘાવદર મોવિયાના માર્ગને જોડતા બન્ને હેરિટેઝ પુલ જર્જરીત હોય હાઇકોર્ટમા કોંગ્રેસ ના યતિષભાઈ દેસાઈ એ કરેલી જાહેરહીત ની અરજીના અનુસંધાને હાઇકોર્ટે આ મુદાની ગંભીર નોંધ લઈ તંત્રની આકરી ટીકા કરી તા.૧૦ ઓક્ટોબર પહેલા જોખમી બનેલા બન્ને પુલ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવા આદેશ આપ્યા બાદ તંત્ર સફાળુ જાગી દોડતુ થયુ છે.
​​​​​​​
નગરપાલિકા ના ચિફ ઓફિસર અશ્ર્વીનભાઇ વ્યાસે જણાવ્યુ કે જીલ્લ ા કલેકટર દ્વારા તા.૬ સોમવાર ના બન્ને પુલ પર ભારે વાહનો ની અવરજવર બંધ કરવા જાહેરનામુ બહાર પડશે. વાહનો ની વૈકલ્પિક વ્યવસ્થા માટે મુખી પંપ પાસે થી સુરેશ્રવર મહાદેવ જવાના રસ્તે થી સુરેશ્રવર ચોકડી ના માર્ગ નો ઉપયોગ કરાશે.
પાંજરાપોળ નો પુલ તથા હોસ્પિટલ ભગવતપરા તરફ જવા માટેનો પુલ મોવિયા, ઘોઘાવદર, જસદણ, ભાવનગર, અમરેલી, બગસરા, ધારી, ઉના, દિવ સહિત ને જોડતો પરીવહન માટે અતિ મહત્વ ના પુલ છે.અહીથી રોજીંદા સાઇઠ થી સિતેર એસટી બસો ની આવન જાવન છે.ઉપરાંત સિમેન્ટ,ઓઈલમીલ,મમરા,જીનીંગ સહિત ના ઉદ્યોગ તથા માર્કેટ યાર્ડ માટે માલની હેરાફેરી આ પુલ પરથી થતી હોય છે.સિવિલ હોસ્પિટલ જવા એમ્બ્યુલન્સો પણ પુલ પરથી પસાર થતી હોય છે.સ્કુલ બસોની આવન જાવન પણ રોજીંદી થતી હોય છે.ભારે વાહનો માટે આ બન્ને પુલ બંધ કરાશે ત્યારે વાહન ચાલકોને અંદાજે આઠ થી દશ કી.મી. નુ ચક્કર કાપવુ પડશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application