ગુજરતાના એક વ્યકિત અને તેની ચીની સહયોગીની બે વૃદ્ધ અમેરિકી દંપતીને તેમના જીવન ભરની બચત સોનામાં બદલવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના પ્રવાસી હરમિશ પટેલ અને ચીનના વેનહત્પઈ સનને હોમલેન્ડ સિકયોરિટી ઈન્વેસ્ટિગેશનના અધિકારીઓએ લગભગ ૧.૪ મિલિયન ડોલરની છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરી છે. ૨૫ વર્ષીય પટેલની ૨૯ જુલાઈના રોજ ન્યૂયોર્કના ટ્રોયના એક દંપતી સાથે ૧ મિલિયન ડોલરની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. વેન્હત્પઈ સન મેરીલેન્ડના એક વૃદ્ધ દંપતી પાસેથી આ પ્રકારે ૩૩૧,૮૧૭ ડોલરની છેતરપિંડી કરવામાં સામેલ હતો. એચએડઆઈએ પટેલના ફોન રેકોર્ડ દ્રારા તેના સાથેના કનેકશનના મુદ્દાઓ જોડા હતા.
૧ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ, ટ્રોય દંપતીને કથિત રીતે પેયપલ.ઈન્ક, તરફથી એક ઈમેલ મળ્યો હતો જેમાં જણાવાયું હતું કે, તેમના ખાતામાંથી ૪૬૫.૮૮ ડોલરનો ચાર્જ કરવામાં આવ્યો છે, જે ૨૪ કલાકની અંદર કાપવામાં આવશે. જો તેઓ વ્યવહારને ઓળખતા ન હોય અથવા ચાર્જ રદ કરવા માંગતા હોય તો ઈમેલમાં ગ્રાહક સપોર્ટ માટે બે ટેલિફોન નંબર આપવામાં આવ્યા હતા. પોતાને માઈક્રોસોટનો કર્મચારી બતાવનાર વિલ ગેનન કહેનાર એક વ્યકિત 'ગ્રાહક સપોર્ટ'ના બીજા છેડે હતો અને તેણે એલિઝાબેથ શ્નેરોવ નામની મહિલાનો નંબર આપ્યો, જેઓ ફેડરલ ટ્રેડ કમિશનમાં આસિસ્ટન્ટ ડિરેકટર છે.
શ્નેરોવે દંપતીને જણાવ્યું કે, તેમની બચત જોખમમાં છે કારણ કે તેમના સામાજિક સુરક્ષા નંબરો સાથે ચેડા કરવામાં આવ્યા હતા. તેમને તેમના નાણાંની સુરક્ષામાં મદદ કરવાની ઓફર કરતાં, શ્નેરોવે તેમને તેમની કેટલીક સંપત્તિ વેચવા અને નાણાને યુ.એસ. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના લોકરમાં રાખવાની સલાહ આપી. તેઓ વાસ્તવિક સંઘીય કર્મચારીઓ સાથે વાત કરી રહ્યા હોવાનું માનીને દંપતીએ તેમની સલાહને અનુસરી અને ૫ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ ચીન સ્થિત ડીંગસી ટ્રેડ લિમિટેડ સાથે ૧૦૨,૦૦૦ ડોલરનો ઓનલાઈન વ્યવહાર કર્યેા. શ્નેરોવેને તેમને ૭ ડિસેમ્બરના રોજ ફરીથી ફોન કર્યેા અને ટ્રેઝરી વિભાગના લોકરમાં સુરક્ષિત રાખવા માટે તેના બાકીના ભંડોળને સોનામાં પાંતરિત કરવા કહ્યું. આ ફોન અને જાન્યુઆરી ૨૦૨૪ વચ્ચે, દંપતીએ ઓછામાં ઓછા ૧ મિલિયન ડોલર એકત્ર કર્યા.બે મહિનામાં ઇલિનોઇસના સ્ટ્રીમવુડના નિવાસી હર્મિશ પટેલે દંપતી પાસેથી ૧,૦૫૮,૦૮૨ ડોલરની કિંમતનું સોનું એકત્ર કયુ, જે એક કારમાં તેમના ઘરે પહોંચાડુ.ં યારે દંપતીએ તેમના પૈસા પાછા માંગ્યા ત્યારે એક નકલી અમેરિકી એજન્સીના અધિકારીએ જણાવ્યું કે, તેમનો સામાજિક સુરક્ષા નંબર રદ્દ કરવામાં આવશે.ત્યારબાદ દંપતીએ તેમના નાણાકીય સલાહકારનો સંપર્ક કર્યેા, જેમણે છેતરપિંડીની શંકા થવા પર કાયદા અમલીકરણ એજન્સીઓનો સંપર્ક કર્યેા. યુએસ કાયદા અમલીકરણ એજન્સીઓ અને એચએસઆઈ વિશેષ એજન્ટોએ પટેલની કારના નંબર પ્લેટના આધારે તેના પર ધ્યાન કેન્દ્રિત કયુ.
તેમના ફોન રેકોડર્સ પરથી જાણવા મળ્યું છે કે પટેલ એચએસઆઈ રેકોર્ડમાં 'ષડયંત્રકાર ણ' તરીકે ચિ઼િત થયેલ વ્યકિતને કથિત રીતે ઘણીવાર વિડિયો કોલ્સ કરતો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું કે ફેબ્રુઆરી ૨૦૨૪માં મેરીલેન્ડના સિલ્વર સ્પ્રિંગના એક અન્ય દંપતી સાથે પણ આવી જ રીતે ૩૩૧,૮૧૭ ડોલરની છેતરપિંડી કરી હતી અને આજ કારણે વેન્હત્પઈ સનની ધરપકડ કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMમણિપુરમાં 15થી 20 વર્ષની છોકરીઓને હથિયાર ચલાવવાની આપવામાં આવી રહી છે ટ્રેનિંગ
November 22, 2024 02:48 PMઓનલાઇન જુગારમાં હારી જતાં આપઘાત કરનાર યુવાનનો મોબાઇલ એફએસએલમાં મોકલાયો
November 22, 2024 02:48 PMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 22, 2024 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech