ગોંડલમાં ભારે વાહનો માટે બન્ને પુલ બંધ કરાયા: એસ.ટી.ની ૨૦૦ ટ્રીપોને અસર

  • November 11, 2023 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વપનદ્ર્ષ્ટા મહારાજા સર ભગવતસિહ ના અણમોલ નજરાણાં સમા ગોંડલ ના બન્ને પુલ જર્જરીત બન્યાનું ટાંકી હાઇકોર્ટ દ્વારા ભારે વાહનો ની અવરજવર પર પાબંદીનો આદેશ અપાયાનાં પગલે નગર પાલીકા દ્વારા બન્ને પુલનાં બન્ને છેડે એમ્બ્યુલન્સ જઇ શકે તેટલી સાડાનવ ફુટની હાઇટ બેરીયર લગાવી દેવાઇ છે.સાથે પુલ પાસે અને સુરેશ્રવર ચોકડી, મોવિયા ચોકડી સહિત ભારે વાહનો પર પ્રતિબંધ તથા ડાયવર્ઝન અંગે ની સુચના ના બોર્ડ લગાવી દેવાયા છે.


પુલ પર ભારે વાહનો ની અવરજવર બંધ થતા સૌથી વધુ અસર એસટી તંત્ર ને થઈ છે.કોટડાસાંગાણી તરફ જતી બસો નુ સુરેશ્રવર મહાદેવ મંદિર રોડ પર ડાયવર્ઝન કરાયુ છે.જ્યારે મોવિયા,અમરેલી,આટકોટ, જસદણ કે ઉના દિવ તરફ જતી બસો નુ ડાયવર્ઝન વોરાકોટડા રોડ પરથી કઢાયુ છે.સુત્રો ના જણાવ્યા અનુસાર આમ થવાથી એસ.ટી ની અંદાજે બસ્સો ટ્રીપ ને અસર પંહોચી છે અને સતર કીમી.નુ ચક્કર લગાવવું પડે છે.વધુમાં પાંજરાપોળ કે સરકારી હોસ્પિટલ ના પિકઅપ સ્ટેન્ડ થી ચડતા ઉતરતા મુસાફરોને હવે બસસ્ટેન્ડ જવુ પડશે, પુલ પર બેરીયર લાગતા આ બન્ને પિકઅપ સ્ટેન્ડ નકામા બન્યા છે.આ દુવિધા ને બાદ કરતા શહેરીજનો ને રાહત એ વાતની ગણાય કે શહેરની વચ્ચેથી માતેલાસાંઢ ની માફક દોડતા વારેવારે અકસ્માત સર્જતા ભારે વાહનો હવે શહેર ની બારોબાર થી દોડશે.
​​​​​​​
બન્ને પુલ પર ભારે વાહનો ની પાબંદી અંગે શહેરભર માં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે.એક વર્ગ એવુ કહી રહ્યો છે કે ભગવતસિહજીએ બનાવેલા પુલને હજુ સો વર્ષ સુધી આંચ આવે તેમ નથી.પરંતુ સરકારી તપાસ અને રીપોર્ટ મુજબ બન્ને પુલ જર્જરીત હોવાનો અહેવાલ છે.ગોંડલ ની અનેક ઇમારતો હેરિટેઝ છે.આ બન્ને પુલ પણ હેરિટેઝ ની વ્યાખ્યા માં આવે છે.ત્યારે તંત્ર દ્વારા નવા પુલ બનાવાશે કે રીપેરીંગ થશે તે સમય જ કહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application