દરેક જણ 1997માં રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર-2ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફેન્સ તેના માટે ખૂબ જ ઉત્સાહિત છે. આખરે બોર્ડરની સિક્વલ બોર્ડર-2ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મની સિક્વલથી સની દેઓલ ફરી કમબેક કરી રહ્યો છે. બોર્ડરની સિક્વલ રિલીઝના 27 વર્ષ પછી આવવા જઈ રહી છે. બોર્ડર-2માં સની દેઓલ ફરી એકવાર પાકિસ્તાન સાથે ટક્કર લેતો જોવા મળશે. જ્યારથી આ ફિલ્મની ઘોષણા થઈ છે ત્યારથી જ ચાહકો દ્વારા કમેન્ટ્સ આવવા લાગી છે.
27 વર્ષ બાદ બોર્ડર 2ની જાહેરાત કરવામાં આવી
વોર એક્શન ફિલ્મ બોર્ડર-2 ની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવી છે. સની દેઓલે પોતાના દમદાર અવાજથી ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ખાસ વાત એ છે કે ફિલ્મ બોર્ડર 13 જૂન 1997ના રોજ રીલિઝ થઈ હતી અને બરાબર 27 વર્ષ પછી બોર્ડર 2 ની જાહેરાત 13 જૂનના રોજ કરવામાં આવી છે. સની દેઓલે પોતે પણ આ ફિલ્મની જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
બોર્ડર-2 ની જાહેરાતનું ટીઝર કેવું છે?
બોર્ડર-2ના આ વીડિયોમાં કોઈ વિઝ્યુઅલ નથી. બેકગ્રાઉન્ડમાંથી માત્ર સની દેઓલનો અવાજ આવી રહ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે કે 27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. આ જ વચનને પૂર્ણ કરવા તેઓ ફરીથી ભારતની ધરતીને સલામ કરવા આવી રહ્યા છે. આ પછી ફિલ્મ બોર્ડરનું ગીત સંદેશે આતે હૈં બેકગ્રાઉન્ડમાં વાગે છે.
ભૂષણ કુમાર અને જેપી દત્તા કરશે પ્રોડ્યુસ
બોર્ડર-2 ના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા પ્રોડ્યુસ કરી રહ્યા છે. અનુરાગ સિંહ આ ફિલ્મનું નિર્દેશન કરવાના છે. બોર્ડર-2માં અનુ મલિક અને મિથુનનું સંગીત હશે. ફિલ્મના ગીતો જાવેદ અખ્તર લખી રહ્યા છે અને તે સોનુ નિગમ દ્વારા ગવાશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
આયુષ્માન ખુરાના બોર્ડર 2 માં જોવા મળી શકે
બોર્ડર-2 ની સ્ટાર કાસ્ટ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે આયુષ્માન ખુરાના પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડર 2નું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ટીમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. સની દેઓલની ગદર 2 ગયા વર્ષે રિલીઝ થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech