જૂનાગઢના ખડિયાના બુટલેગરનો ૧૩.૩૯ લાખનો વિદેશી દારૂ ઝડપાયો

  • August 12, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ તાલુકાના ખડીયા ગામના બુટલેગર દ્રારા વિદેશી દાની હેરાફેરી થતી બાતમીને આધારે  તાલુકા પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાંખડીયા થી તોરણીયા તરફ જતા રસ્તે અવાવં જગ્યામાં દરોડો પાડતા બાવળની ઝાડી કેમાં છુપાવેલ ૫.૭૧ લાખનો દા ઝડપાયો હતો.ત્યારબાદ પોલીસે બુટલેગરના ઘરે દરોડો પાડતા મકાનમાંથી ૭.૬૮ લાખની કિંમતના બિયરના ટીન અને મકાનની બહાર દાની હેરાફેરી માટે રાખેલી ટેમ્પો ઝડપી લીધી હતી બંને દરોડામાં પોલીસે દા અને વાહન મળી કુલ .૧૬.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કરી દરોડા દરમ્યાન હાથ ન આવેલ બુટલેગરને  ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે તાલુકા પોલીસ માંથી પ્રા વિગત મુજબ જૂનાગઢ તાલુકા પોલીસને ખડીયા ગામમાં રહેતા બુટલેગર અબાહસન મકરાણીએ દાનો જથ્થો મંગાવ્યો હોવાની બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી.તપાસમાં ખડીયા થી તોરણીયા ગામ તરફ જતા રસ્તે અવાવં પડતર જગ્યામાં તપાસ કરતા બાવળની ઝાડી ઝાંખરામાં છુપાવેલ વિદેશી દાની ૧૧૯ પેટી સગેવગે થાય તે પહેલા જ ઝડપી  .૫.૭૧ લાખની કિંમતની ૨૯૪૦ વિદેશી દાની બોટલ કબજે કરી બુટલેગરને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી. તાલુકા પોલીસની ટીમે તોરણીયા પાસેથી ખડિયા ગામના બુટલેગર નો દાનો મોટો જથ્થો ઝડપી લીધા બાદ બુટલેગરને ઝબ્બે કરવા  ખડીયા ગામે આવેલ તેના મકાને દરોડો પડો હતો. મકાનમાં તલાસી દરમિયાન ૫૧૨૪ નગં બિયરના ટીન સાથેની ૧૭૬ પેટી કબજે કરી હતી.તેમજ મકાન પાસે દાની હેરાફેરી માટે રહેલ ટેમ્પો વાહન ઝડપી બિયરના ટીમ અને વાહન મળી ૧૦.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.તાલુકા પોલીસ ની ટીમે બંને સ્થળે પાડેલા દરોડામાં દા અને વાહન મળી કુલ ૧૬.૩૯ લાખનો મુદ્દામાલ કબજે કરી હાથ ન આવેલ બુટલેગર અબા હસન મકરાણી સામે પ્રોહિબિશન અંતર્ગત ગુન્હો નોધી ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application