રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે વહેલી સવારે થયેલી હરાજીમાં ચણાના ભાવમાં ભારે તેજી જોવા મળી હતી.
ચણામાં ગત વર્ષ કરતા ઓછું ઉત્પાદન આવતા સીઝનના પ્રારંભથી ભાવ ઉંચા છે તેમજ કોલ્ડ સ્ટોરેજમાં જગ્યાના અભાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નવી દિલ્હીના વેપારીઓએ ગ્રામ્ય પંથકમાં ખેતર વાડીઓમાંથી ચણાના ઉભા મોલના સીધા સોદા પાડતાં ચણાના પાકનો પૂરો જથ્થો તો યાર્ડ સુધી પહોંચ્યો પણ નથી. ભાવમાં લગાતાર તેજી જોવા મળી છે અને આજે તો ભાવ .૧૨૦૦ને પાર પહોંચ્યો હતો.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ આજે રોજ રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં પીળા ચણાની ૧૪,૫૦,૦૦૦ કિલોની આવક થઇ હતી જેની સામે હરરાજીમાં પ્રતિ ૨૦ કિલોના ગુણવત્તા અનુસાર .૧૧૦૦થી ૧૨૧૦ના ભાવથી સોદા થયા હતા. તદ્દઉપરાંત ઘઉંમાં કુલ ૨૫,૦૦,૦૦૦ કિલોની આવક થઇ હતી. ઘઉં ટુકડાનો ભાવ .૪૮૨થી ૫૨૩ સુધી રહ્યો હતો, યારે ઘઉં લોકવનનો ભાવ .૪૯૮થી ૫૬૬ સુધી રહ્યો હતો. યાર્ડની કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘઉં તથા ચણા ઉપરાંત અન્ય જણસીઓ ભરેલા અંદાજે ૧૨૦૦થી વધુ વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમ મુજબ પ્રવેશ આપી ઉતરાઇ કરાવવામાં આવી હતી. ગત રાત્રે બેડી યાર્ડ બહાર આઠ કિલોમીટર સુધી ખેડૂતોના વાહનોની લાઇન લાગી હતી, રાત્રે આઠ થી દસ વાગ્યા સુધી આવકોને એન્ટ્રી અપાઇ હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા અન્ય ડિરેકટર્સ તેમજ સ્ટાફ દ્રારા ઉતરાઇની વ્યવસ્થા કરાવવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech