કાશ્મીરમાં હુમલાની અસરથી રાજકોટના પ્રવાસીઓના બુકિંગ ધડાધડ રદ થવા માંડ્યા

  • April 24, 2025 12:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૃથ્વીના સ્વર્ગ તરીકે જાણીતા કાશ્મીરની શાંતિપ્રિય ઘાટીઓમાં ફરી એક વખત આતંકવાદી હત્પમલાએ ભયનો માહોલ ઉભો કર્યેા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પર્યટકો પરના હત્પમલાની અસર સ્થાનિક પ્રવાસીઓ પર જોવા મળી રહી છે. કારણકે પહેલગામના હત્પમલામાં ૨૮ પ્રવાસીઓના મોતના કારણે લોકોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર ભરના કાશ્મીરના પ્રવાસીઓએ એડવાન્સમાં કરાવેલા બુકિંગ ધડાધડ રદ કરાવ્યા છે. રાજકોટના ટુર્સ ઓપરેટરર્સના જણાવ્યા પ્રમાણે  શ્રીનગરની ઈન્ડિગો અને સપાઈસ જેટની ૩૦ એપ્રિલ સુધીના તથા અને મે મહિનાની લાઈટના ૯૯% બુકિંગ રદ થયા છે.
આ વખતે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રભરમાં તમામ ટુર્સ ઓપરેટર્સ પાસે ૪થી ૫ હજાર લોકોએ શાળાઓના ઉનાળુ વેકેશનને લઈને શ્રીનગર–જમ્મુ કાશ્મીર પ્રવાસ  માટે બુકિંગ કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આતંકવાદી હત્પમલાના કારણે પ્રવાસીઓ પોતાના એડવાન્સ બુકિંગ પણ રદ કરાવી રહ્યા છે. તેની વચ્ચે પ્રવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે આતંકવાદી ઘટના બાદ એરલાઇન્સ દ્રારા ટિકિટના ભાવમાં વધારો નહીં કરવામાં આવે તેમજ જે લોકો શ્રીનગર પ્રવાસ રદ કરે તો તેમની પાસે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. તેમજ એરલાઇન્સ દ્રારા અમદાવાદ–જામનગર રિટર્ન ફલાઈટના ૨૦,૦૦૦ થી ૨૭,૦૦૦ પિયા તારીખ પ્રમાણે અલગ–અલગ મુસાફરી ભાડા લેવામાં આવ્યા છે. જે મુસાફરોને તબક્કાવાર નિયમ મુજબ રિફડં કરાશે. ઉનાળુ વેકેશનના કારણે રાજકોટથી અનેક ટુર એપ્રિલ અને મે મહિનાઓમા રવાના થતી હોય છે. ટ્રાવેલ્સ એજન્ટ એસોસિએશન સૌરાષ્ટ્ર્રના પ્રમુખ જયેશ કેસરિયાના જણાવ્યા પ્રમાણે તેમની પાસે પણ બે મહિનામાં ૨૦૦ થી ૨૫૦ લોકોએ કાશ્મીરના પ્રવાસ માટે બુકિંગ કરાવ્યું હતું. પરંતુ ગ્રુપ ટુર હોય કે કસ્ટમાઈઝ પહેલગામ હત્પમલા ના કારણે ૧૦૦ માંથી ૭૦ લોકો હાલ ટિકિટ ધડાધડ રદ કરાવી રહ્યા છે.
તો આવું જ કંઈક અન્ય એક અન્ય ટ્રાવેલ એજન્ટ ઉદય રાયચુરાએ જણાવ્યું હતુ. તેઓ ૫૦ જણાનું ગ્રુપ આજે જ કાશ્મીર માટે રવાના થવાનું હતું. પરંતુ ગઈકાલે રાત્રે તમામ લોકોએ નિર્ણય લેતા બુકિંગ કેન્સલ કરાવ્યા હતા. ટ્રાવેલ્સ એજન્ટ દ્રારા રેલવે, એરલાઇન્સ અને હોટલ સહિતના નાણા મુસાફરો પાસે બુકિંગ પેટે લેવામાં આવતા હોય છે. અત્યારે જેમ–જેમ તેમને પરત મળતા જાશે તેમ તેમ તેઓ મુસાફરોને રિફડં કરતા જશે. તાજેતરમાં જ બે દિવસ પહેલા રામબન નેશનલ હાઈવે ૪૪ પર વાદળ ફાટતાં ૭ બુકિંગ કેન્સલ થયા હતા ત્યારે હવે પહેલગામ હત્પમલાના કારણે કાશ્મીર માટેના તમામ બુકિંગ રદ થઈ રહ્યા છે.
ટુર ઓપરેટર માધવભાઈ સોનપાલે પણ જણાવ્યું હતું કે આજે જ તેમની પાસે એપ્રિલ મહિનાના  ઈન્ડિગો એરલાઇન્સના ૧૮ બુકિંગ, મે મહિનાના ૪ તેમજ ૨૫ એપ્રિલના રેલવેના બુકિંગ રદ કરવા માટે મુસાફરોના ફોન આવી ચૂકયા છે. અને તેઓ પણ મુસાફરોની સલામતીને ધ્યાનમાં લઇ અને બુકિંગ રદ કરી રહ્યા છે. આતંકવાદી હત્પમલાના કૃત્યના પગલે એરલાઇન્સ પણ સહકાર આપી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. મહત્વનું છે કે, રાજકોટથી કાશ્મીરના પહેલગામમાં સહ પરિવાર ફરવા ગયેલા જગદીશ પારેખ નામના પ્રવાસી સહિત ચાર લોકોએ પોતે સુરક્ષિત હોવાની માહિતી જાહેર કરી છે. તેઓને આર્મી હાલ હોટલમાં રહેવા જમવા માટે વ્યવસ્થા કરી આપી હોવાની જિલ્લા કલેકટરે પણ સત્તાવાર માહિતી આપી છે



રાજકોટના ૯૯ ટકા બુકિંગ કેન્સલ: એરલાઇન્સ મુસાફરોના ભાડા નહીં વધારે: કેન્સલેશન ચાર્જ રિફડં અપાશેરાજકોટથી શ્રીનગર જનારા પ્રવાસીઓ વચ્ચે અટવાયા
રાજકોટથી રમેશ સોલંકી સહિતના ૨૨ જણાનું એક ગ્રુપ ગઈકાલે જ ટ્રેન મારફતે શ્રીનગર માટે રવાના થયું હતું. જેઓ આજે સાંજે જમ્મુ ઉતરીને શ્રીનગર પહોંચવાના હતા પરંતુ રામબન પાસે વાદળ ફાટતા નેશનલ હાઈવે–૪૪ બધં હોવાથી અન્ય રોડથી પહોંચવાના છે. જેઓ આજે રાત્રી રોકાણ કટારામાં એક હોટલમાં કરશે. તેમજ ૮ દિવસ બાદ રિટર્ન ટિકિટ હતી. પરંતુ હવે ત્યાં રસ્તો બધં છે. તેથી પહોંચ્યા બાદ જ રોકાવવું કે પરત ફરવું તે અંગે નિર્ણય કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application