દિલ્હીની ડીપીએસ અને જીડી ગોએન્કા સહિતની ૪૦ સ્કૂલને બોમ્બની ધમકી મળી છે. સવારે ૭ વાગે બાળકો શાળાએ પહોંચ્યા ત્યારે ધમકી મળી હતી. આથી તાબડતોબ બાળકોને પાછા ઘરે મોકલી દેવામાં આવ્યા હતા અને ફાયર વિભાગ તેમજ પોલીસે તપાસ શ કરી છે.
આ ધમકી ઈ–મેલ દ્રારા આપવામાં આવી હતી. મેલ મોકલનાર વ્યકિતએ બોમ્બ વિસ્ફોટ ન કરવા બદલ ૩૦ હજાર યુએસ ડોલર માંગ્યા છે. પોલીસનું કહેવું છે કે આ મેલ ૮ ડિસેમ્બરે લગભગ ૧૧:૩૮ કલાકે ઘણી શાળાઓને મોકલવામાં આવ્યો હતો. જેમાં લખ્યું છે કે, 'મેં બિલ્ડીંગની અંદર અનેક બોમ્બ પ્લાન્ટ કર્યા છે. બોમ્બ ખૂબ જ નાના અને સારી રીતે છુપાયેલા છે. આનાથી ઈમારતને વધારે નુકસાન નહીં થાય, પરંતુ જો વિસ્ફોટ થશે તો ઘણા લોકો ઘાયલ થશે. તમે લોકો આને જ લાયક છો. જો મને ૩૦ હજાર યુએસ ડોલર નહીં મળે તો હત્પં બોમ્બ વિસ્ફોટ કરીશ.
ફરી એકવાર દિલ્હીની લગભગ ૪૦ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. સોમવારે સવારે ૭.૦૦ વાગ્યે, આરકે પુરમની ડીપીએસ, પશ્ચિમ વિહારની જીડી ગોએન્કા સ્કૂલ, મધર મેરી સ્કૂલ સહિત ૪૦ સ્કૂલ મેનેજમેન્ટને બોમ્બની ધમકીનો ઈમેલ મળ્યો હતો. આ સમયે બાળકો તેમના વર્ગેા માટે શાળાએ પહોંચી ગયા હતા. ધમકીનો મામલો સામે આવતાં જ પહેલા બાળકોને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ અને દિલ્હી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી..
રાજધાની નવી દિલ્હીની સુરક્ષા વ્યવસ્થા પર પણ ઉઠતા સવાલ
રોહિણીની શાળાને ધમકીના એક દિવસ પહેલા પ્રશાંત વિહાર વિસ્તારમાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો, જેમાં એક વ્યકિત ઘાયલ થયો હતો. આ ઘટના બાદ ઘટનાસ્થળે અફરા–તફરીનો માહોલ સર્જાયો હતો. જે સીસીટીવી ફટેજ સામે આવ્યા હતા તેમાં જોઈ શકાય છે કે નાના બ્લાસ્ટ બાદ ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા હતા. આ પહેલા દિલ્હીના રોહિણીમાં સીઆરપીએફ સ્કૂલ પાસે પણ વિસ્ફોટ થયો હતો. બે મહિનામાં દિલ્હીમાં આવા બે વિસ્ફોટ થયા છે, જેના કારણે હવે અહીંની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને લાઈટસ પર બોમ્બની ધમકીઓ પણ મળી છે, જે તપાસ બાદ ખોટી સાબિત થઈ છે. હવે આ ધમકીમાં કેટલી સત્યતા છે તે તપાસ બાદ જ સામે આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના લાખાબાવળ ગામ પાસે રેલવે ટ્રેકમા તિરાડ પડતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં ટળી
December 18, 2024 08:14 PMજામનગરનો વિસ્તાર વધતા પીવાના પાણીની જરૂરિયાતમાં વધારો
December 18, 2024 06:54 PMજામનગર પંથકના ખેડૂતોને કૃષિ સહાયમાં અન્યાય
December 18, 2024 06:50 PMજામનગરના ટાઉનહોલની મુલાકાત બાદ ઐતિહાસીક ભુજીયા કોઠાનું નિરીક્ષણ કરતા મનપા કમિશનર
December 18, 2024 06:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech