તાજમહેલમાં બોમ્બની ધમકી મળી, ઈમેઈલ બાદ કેમ્પસમાં સઘન તપાસ

  • December 03, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજમહેલને બોમ્બની ધમકી મળી છે. પર્યટન વિભાગને આજે એક ઈમેઈલ દ્વારા તાજમહેલને બોમ્બની ધમકી મળી છે. મેઈલમાં લખવામાં આવ્યું હતું કે, 'તાજમહેલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે જે સવારે 9 વાગે વિસ્ફોટ થશે.'


ઈમેઈલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે તાજમહેલ કેમ્પસમાં તપાસ હાથ ધરી છે. પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને બોલાવીને સ્મારકની આસપાસ તપાસ હાથ ધરી હતી. એસીપી તાજ સિક્યુરિટી સૈયદ અરીબ અહેમદે કહ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તાજમહેલ પાસે સુરક્ષા એજન્સીઓ તૈનાત છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application